ઓપરેશન સિંદૂર દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન: ઇશાકની કબૂલાત
(એજન્સી)ઈસ્લામાબાદ, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે એક મોટી કબૂલાત કરતા જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે તેમના નૂર ખાન એરબેઝ પર ભારે બોમ્બમારો કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, ઓપરેશન સિંદૂર એ ભારત દ્વારા શરૂ કરવામાં આવેલ એક આતંક વિરોધી ઓપરેશન હતું, જે ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ કરવામાં આવ્યું હતું. તે હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ જમ્મુ-કાશ્મીરની બૈસરન વેલીમાં રજાઓ માણી રહેલા ૨૬ નિર્દોષ નાગરિકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા ઇશાક ડાર, જેઓ પાકિસ્તાનના વિદેશ મંત્રી પણ છે, તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે આ હુમલો થયો હતો. તેમણે એરબેઝનું નામ લઈને સ્પષ્ટ કર્યું કે નૂર ખાન એરબેઝને નુકસાન થયું હતું.
ઇશાક ડારે જણાવ્યું કે પાકિસ્તાન પર કુલ ૮૦ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જોકે, તેમણે શેખી મારતા એમ પણ કહ્યું કે તેમાંથી ૭૯ નિષ્ફળ રહ્યા હતા અને માત્ર એક જ સફળ થયો હતો જે નૂર ખાન એરબેઝ પર લાગ્યો હતો. પરંતુ તેમણે એ વાત છુપાવી હતી કે ભારતે માત્ર નૂર ખાન જ નહીં, પણ પાકિસ્તાનના અન્ય ૯ એરબેઝ પર પણ હુમલા કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં ભારતીય સશસ્ત્ર દળોના વડાઓ અને ડ્ઢર્ય્સ્ં દ્વારા સંબોધવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દુનિયા સમક્ષ પુરાવા તરીકે તસવીરો અને ફૂટેજ દર્શાવ્યા હતા કે કેવી રીતે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.
આતંકી ઠેકાણાઓનો નાશઃ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો મુજબ, ભારતે પાકિસ્તાન અને ઁર્ત્નદ્ભમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના ૯ મુખ્ય આતંકી લોન્ચપેડનો નાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં ૧૦૦થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા.
