Western Times News

Gujarati News

ફોર્ચ્યુને ઉત્તરાયણ માટે ‘પાક્કો ગુજરાતી’ની લાગણી સાથે ખાસ ફોર્ચ્યુન કોટનલાઈટ ફેસ્ટિવ પેક લોન્ચ કર્યું

·       ખાસ ડિઝાઇન કરાયેલું ફોર્ચ્યુન કોટનલાઇટ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલ ફેસ્ટિવ પેક ઉત્તરાયણ પૂર્વે ગુજરાતની ખાદ્ય સંસ્કૃતિની ઉજવણી કરે છે

·       આ પેકનું અનાવરણ એક ઓન ગ્રાઉન્ડ ઈવેન્ટમાં કરવામાં આવ્યું હતું જેમાં પ્રતિષ્ઠિત ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ હાજરી આપી હતી.

અમદાવાદ29 ડિસેમ્બર2025 : ઉત્તરાયણ પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે, તેમ તેમ ગુજરાતમાં દરેક ઘર પરિવાર સાથે એકજૂટ થઈ આનંદ-ઉલ્લાસ કરે છે. રંગબેરંગી પતંગો, અને સ્વાદિષ્ટ ભોજનની મજા માણે છે. ઉંધિયાથી માંડી ક્રિસ્પી પુરીઓ અને જલેબી સુધીઆ તહેવાર સ્વાદનો તહેવાર છે.

સ્વાદિષ્ટ ઉજવણીનો તહેવાર છે. આ ખાસ પ્રસંગને ધ્યાનમાં લેતાં એડબ્લ્યૂએલ એગ્રી બિઝનેસ લિ. ગુજરાતની સમૃદ્ધ ખાદ્ય સંસ્કૃતિ અને રસોઈ પરંપરાઓની ઉજવણી કરતાં એક ખાસ ઝુંબેશ પાક્કો ગુજરાતી”  લઈ આવ્યું છે. જેના ભાગરૂપે ખાસ તહેવાર માટે ફોર્ચ્યુન કોટનલાઇટ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલ ફેસ્ટિવ પેક તૈયાર કરવામાં આવ્યું છે.

આ ઝુંબેશનું અનાવરણ અમદાવાદમાં એક ઓન-ગ્રાઉન્ડ ઈવેન્ટમાં કરવામાં આવ્યું હતુંજ્યાં સુપ્રસિદ્ધ ગુજરાતી થિયેટર અને ફિલ્મ અભિનેતા-ડિરેક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાની હાજરીમાં ફેસ્ટિવ પેક લોન્ચ કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકપ્રિય ચહેરા અપરા મહેતાટીકુ તલસાણિયા અને પૂજા જોશી પણ પાક્કો ગુજરાતી ઝુંબેશ  સાથે સંકળાયેલ છે. ખાવાના શોખીન, પરંપરાના મૂળ સાથે જોડાયેલી ગુજરાતની સંસ્કૃતિ દર્શાવતી ‘પાક્કો ગુજરાતીની લાગણી આ લોકપ્રિય ચહેરાઓએ મૂર્તિમંત કરી હતી. Fortune brings the spirit of ‘Pakko Gujarati’ to kitchens with their Fortune Cottonlite Festive Pack for Uttarayan.

આ અંગે એડબ્લ્યુએલ એગ્રી બિઝનેસ લિમિટેડના જોઈન્ટ પ્રેસિડન્ટ- સેલ્સ એન્ડ માર્કેટિંગ મુકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે,  “ગુજરાતમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની તરીકે રાજ્ય સાથે અમારો સંબંધ ખૂબ જ વ્યક્તિગત છે. અમારા માટે ગુજરાત ફક્ત એક બજાર નથીતે ઘર છેઅને અમે  અહીં જ વૃદ્ધિ પામ્યા છીએ. અમે જાણીએ છીએ કે, કેવી રીતે ‘પાક્કો ગુજરાતી’ તેમના રસોડાના અતૂટ સ્વાદને ગર્વ અનુભવવામાં મદદરૂપ થાય છે.

જે તેમની મજબૂત સંસ્કૃતિને રજૂ કરે છે. ભોજન એ પરિવારોને એકજૂટ રાખવાનું કામ કરે છે. ખાસ કરીને ઉત્તરાયણ જેવા તહેવારોમાં. પાક્કો ગુજરાતી‘ ઝુંબેશ અને ફોર્ચ્યુન કોટનલાઇટ ફેસ્ટિવ પેક દ્વારા અમે તે બંધનની ઉજવણી કરી રહ્યા છીએ અને ગુજરાતી ઘરો સાથેના અમારા જોડાણને એકીકૃત કરતાં મજબૂત બનાવી રહ્યા છીએ.

ગુજરાતની સંસ્કૃતિ અને તહેવારના ઉદ્દેશ દ્વારા પ્રેરિત આ ઉત્તરાયણ ફેસ્ટિવ પેક વાઈબ્રન્ટ અને હાયપરલોકલ ડિઝાઈન સાથે સજ્જ છે. જે ફોર્ચ્યુનની સ્થાનિક પરંપરાની અર્થપૂર્ણ અને યોગ્ય રીતે ઉજવણી કરવાનો પ્રયાસ દર્શાવે છે. આ ઝુંબેશ મારફત બ્રાન્ડનો ઉદ્દેશ ગુજરાતના પરિવારોની ભોજનની આદતો, સાંસ્કૃતિક ગર્વ અને ઉજવણીની રીતને ઓળખી તેમની સાથે તેની લાગણીને વધુ ગાઢ બનાવવાનો છે.

પેઢી દર પેઢી કપાસિયા તેલ ગુજરાતી રસોડાઓનો એક અભિન્ન અંગ રહ્યું છેજે રોજિંદા રસોઈ અને ઉત્સવની તૈયારીઓ બંને માટે યોગ્ય છે. ફોર્ચ્યુન કોટનલાઇટ રિફાઇન્ડ કોટનસીડ ઓઈલ આ પસંદગીઓને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યું છે. જે ખાદ્ય તેલમાં ટોક્કો-ફેરોલનો સમાવેશ થાય છેજે એક કુદરતી એન્ટીઑકિસડન્ટ છે જે લાંબા સમય સુધી રાંધેલા ખોરાકની તાજગી જાળવી રાખવામાં મદદ કરે છે.

‘પાક્કો ગુજરાતી ઝુંબેશ ભોજન ગુજરાતી સંસ્કૃતિ અને રોજિંદા જીવનના હૃદયમાં વણાયેલું હોવાની ફોર્ચ્યુનની માન્યતાને વધુ મજબૂત બનાવે છે. પાક્કો ગુજરાતી ભાષા કે ભૂગોળથી અધિક છે – તે પરંપરામાં ગૌરવમજબૂત ખોરાક પસંદગીઓ અને ઊંડાણપૂર્વક રાખવામાં આવેલા કૌટુંબિક મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રાદેશિક ટેલિવિઝન અને ડિજિટલ ફિલ્મોરેડિયો અને મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ગુજરાતી જિંગલઆઉટડોર વિઝિબિલિટીપ્રભાવશાળી સહયોગ અને ગુજરાતના મુખ્ય બજારોમાં ઇન-સ્ટોર એક્ટિવેશન સહિત સંકલિત પ્રમોશનલ રોલઆઉટ દ્વારા આ ઝુંબેશને વિસ્તૃત કરવામાં આવી રહી છે.

ફોર્ચ્યુન કોટનલાઇટ રિફાઇન્ડ કોટનસીડ ઓઈલ ફેસ્ટિવ પેક ઉત્તરાયણના પર્વ દરમિયાન મર્યાદિત સમયગાળા માટે સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.