Western Times News

Gujarati News

મુખ્ય રોડ રસ્તાઓ પર હલકી કક્ષાના પેવર બ્લોક ફીટ થાય તે પહેલા જ સાંસદે કામ અટકાવ્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નેત્રંગ નગરનો મુખ્ય રોડ ભાવના પાન સેન્ટરથી લઈને વનવિભાગની કચેરી સુધી ગત વર્ષે સીસી રોડની કામગીરી જીલ્લા સાંસદની ગાન્ટ માંથી નવનિર્માણ કરવામાં આવેલ આ રોડની કામગીરી સમયે

સ્થાનિક જવાબદાર પદાધિકારીઓ થકી રોડની કામગીરી કરનાર જેતે એજન્સી થકી ચાલતી કામગીરી બાબતે ચોકસાઈ પૂર્વક સીધી દેખરેખ રાખવામાં નહિ આવતા ભારે ગોબાચારી થતા ટુક સમયમાં આ સીસી રોડ બેહાલ થતા સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કરાતા અને રસ્તા સારો બને અને લોકની સમસ્યાનું નિરાકણ થાય તે માટે હાલમાં ફરીવાર આજ રસ્તા પર લાખો રૂપિયાની લાગતથી સારી ગુણવત્તા

અને ભારેખમ વાહનોની ભારસમતા ખમે એવા પેવર બ્લોક નાખવાનું નક્કી થતા લાખો રૂપિયાની કામગીરી ગુણવત્તા વાળી થાય તે માટે ટેન્ડર બહાર પાડી સારી એજન્સી જવાબદારી પૂર્વક કામ કરે તે હેતુને સાઈડ પર મુકીને પેવર બ્લોકની કામગીરીના પાંચ લાખથી અંદરના એસટીમેન્ટ પ્લાન તૈયાર કરાવી કામગીરી કરવાની પેરવી કરી હલકી કક્ષાના પેવર બ્લોક લાવી કામગીરી શરૂ થવાની ભીતી સેવાતા

નગરજનોએ ભરૂચ સાંસદ મનસુખ વસાવાને રજુઆત કરતા નેત્રંગ ખાતે આવી કામગીરી અટકાવી દીધી હતી અને હલકી કક્ષાના પેવર બ્લોક તાત્કાલિક હટાવી લેવા ફરમાન કરાતા પેવર બ્લોકના કરેલા ઢગલા ઉઠાવી લેવાની ફરજ પડી હતી.હાલતો કામગીરી અટકી ગઈ છે અને જીલ્લા સાંસદે ફાળવણી કરેલ ગાન્ટ પણ અટકાવી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.