બલૂચિસ્તાનમાં શહબાઝ સરકાર વિરુદ્ધ વિદ્રોહ-પેન-ડાઉન સ્ટ્રાઈકની જાહેરાત
સરકારની બેદરકારી અને નિષ્ફળતાના કારણે કર્મચારીઓનો વિરોધ બીજા ફેઝમાં પહોંચી ચૂક્્યો છે
ક્વેટા, બલૂચિસ્તાનના સરકારી કર્મચારીઓએ સોમવારે પેન-ડાઉન સ્ટ્રાઈકની જાહેરાત કરી છે. આ લાંબા સમયથી પોતાની માગોને નજરઅંદાજ કરવાની આદતને લઈને સરકારથી નારાજ છે. પાકિસ્તાનના જાણીતા અખબાર ડૉનના રિપોર્ટ અનુસાર, કર્મચારીઓના મોટા સંગઠન બલૂચિસ્તાન ગ્રાન્ડ અલાયંસના મહાસચિવ અલી અસગર બંગુલજઈએ એક નિવેદનમાં કહ્યું છે કે સરકારની બેદરકારી અને નિષ્ફળતાના કારણે કર્મચારીઓનો વિરોધ બીજા ફેઝમાં પહોંચી ચૂક્્યો છે.
તેમણે કહ્યું કે, બલૂચિસ્તાન ગ્રાન્ડ અલાયંસ સાથે જોડાયેલા કર્મચારીઓના સંગઠને સોમવારે પેન-ડાઉન સ્ટ્રાઈક કરી રહ્યા છે, જે બાદ ૩૦ અને ૩૧ ડિસેમ્બરે પ્રાંતની તમામ સરકારી સંસ્થામાં લોકડાઉન રહેશે. તેમણે જાહેરાત કરી કે વિરોધ દરમ્યાન સ્વાસ્થ્ય સુવિધામાં ઇમરજન્સી સર્વિસ ચાલૂ રહેશે.
ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાન સ્થિત કલાતમાં પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. ત્યારે કર્મચારીઓએ બલૂચિસ્તાન સરકારના લેવી ફોર્સને પોલીસ વિભાગમાં સામેલ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. પ્રાંતીય સરકાર દ્વારા મર્જરની ઘોષણાવાળા નોટિફિકેશન જાહેર કર્યા બાદ લેવી કર્મીઓએ સમગ્ર બલૂચિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.
ધ બલૂચિસ્તાન પોસ્ટના રિપોર્ટ અનુસાર, લેવીઝ ફોર્સના સભ્યોએ કલાતમાં એક રેલી કાઢી હતી. જે લેવીઝ હેડક્વાર્ટરથી શરુ થઈને શાહી બજાર, હોસ્પિટલ રોડ, હરબોઈ રોડ, દરબાર રોડ અને બીજા મુખ્ય વિસ્તારમાં પસાર થઈને હેડક્વાર્ટર પર પરત ફરી હતી. પ્રદર્શનકારીઓએ લેવીઝ ફોર્સના પોલીસમાં મર્જરના વિરુદ્ધમાં રસ્તા પર ઊતરી જબરદસ્ત પ્રદર્શન કર્યા હતા.
પ્રદર્શનકારીઓને સંબોધન કરતા લેવીઝ અધિકારીઓ અને કર્મચારીઓએ કહ્યું કે લેવીઝ ફોર્સનું ૧૪૨ વર્ષનો ઇતિહાસ છે અને તેણે બલૂચિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે, જેમાં કેટલાય સભ્યોએ ડ્યૂટી નિભાવતા પોતાનો જીવ ગુમાવ્યો છે.
તેમણે કહ્યું કે પહેલા પણ આવી રીતે મર્જરની કોશિશ નિષ્ફળ રહી હતી અને ચેતવણી આપી હતી કે આવું કરવાથી ફરી વાર પણ નિષ્ફળતા મળશે.
