સુરતના વેપારીઓના બેન્ક એકાઉન્ટ તામિલનાડુ પોલીસે કેમ ફ્રિઝ કર્યા?
સુરતના વેપારીઓને તામિલનાડુ પોલીસ પરેશાન કરી રહી છે -ખોટી રીતે પૈસા જમા થયા હોવાનું જણાવી એકાઉન્ટ ફ્રિઝ કરી રહી છે જેથી વેપારી પરેશાન
સુરત, તામિલનાડુની પોલીસ સુરતના વેપારીઓને પરેશાન કરી હોવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ તામિલનાડુ પોલીસ ગુજરાતના સોની વેપારીઓના એકાઉન્ટમાં ખોટા રૂપિયા જમા થયા હોવાના નામે એકાઉન્ટ ફ્રિઝ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે જ્વેલર્સે સરકારને રજૂઆત પણ કરી છે.
સુરતના વેપારીઓ હાલ તામિલનાડુ પોલીસના ગેરવર્તનનો સામનો કરી રહી છે. પોલીસ તેમના એકાઉન્ટમાં ખોટી રીતે પૈસા જમા થયો હોવાનું જણાવી એકાઉન્ટ ફ્રિઝ કરી રહી છે જેના કારણે વેપારીઓ તેમની નાણાંકીય લેવડ-દેવડ માટે એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા નથી અને આમ વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ ઘટનાને લઈને સુરતના જ્વેલરી ઉદ્યોગકારોએ રાજ્ય સરકારને રજૂઆત કરી છે અને ગુજરાત સરકારે આ બાબતે મદદની ખાતરી પણ આપી છે.
ગુજરાતના જ્વેલરી ઉદ્યોગકારોના તામિલનાડુ પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરીને બેન્ક ખાતા ફ્રિઝ કરી રહી છે જેના કારણે વેપારીઓ તેમની નાણાંકીય લેવડ-દેવડ માટે એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા નથી અને આમ વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ ઘટનાને લઈને સુરતના જવેલરી ઉદ્યોગકારોએ રાજ્ય સરકારને રજૂઆત કરી છે અને ગુજરાત સરકારે આ બાબતે મદદની ખાતરી પણ આપી છે.
ગુજરાતના જ્વેલરી ઉદ્યોગકારોના તામિલનાડુ પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરીને બેન્ક ખાતા ફ્રીઝ કરાતા વિવાદ ઊભો થયો છે. તામિલનાડુની પોલીસ ગુજરાતના ઉદ્યોગકારો પરેશાન કરી રહી હોવાના આક્ષેપો પણ લાગ્યા છે.
તામિલનાડુની પોલીસ પહેલાં તો વેપારીઓના બેન્કમાં ખોટા રૂપિયા જમા થયા હોવાના અંગે જાણ કરે છે અને પછી ટૂંક સમય માટે તેમના ખાતા ફ્રીઝ કરી રહ્યા હોવાનું જણાવે છે. સુરતના જ્વેલરી ઉદ્યોગકાર દીપક ચોકસીએ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, આમ ખાતા બંધ થઈ જતા તેમનો પૈસાનો લેવડ-દેવડનો વ્યવહાર અટકી ગયો છે.
આ બાબતને લઈ જ્વેલર્સ સરકારને રજૂઆત કરી છે. ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી શરૂ કરી દીધી હોવાની પણ જાણકારી સામે આવી રહી છે.
