વલસાડ પાલિકાના ડમ્પીંગ સાઈડ મુદે કોંગ્રેસનું કલેકટરને આવેદન
(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ નગર પાલિકાના કચરા નિકાલની ડમ્પીંગ સાઈડ બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર, પાલિકાના ચીફ ઓફિસર તેમજ ધારાસભ્ય અને મંત્રી તથા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી કાયમી ઉકેલ લાવવામાં નહી આવે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ જિલ્લા મહામંત્રી ગીરીશભાઈ દેસાઈની આગેવાની હેઠળ જિલ્લાના કોંગ્રેસની કાર્યકર્તાઓએ વલસાડ જિલ્લા કલેકટર, વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, વલસાડ ધારાસભ્ય, વલસાડ ડાંગ સાંસદ, શહેરી વિકાસ મંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને પાલિકા પ્રમુખને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું કે વલસાડ નગરપલિકા તથા જીલ્લા તંત્ર દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી શહેરમાં કચરાના નિકાલ માટે ડમ્પીંગ સાઈડ અંગે પ્રયત થતા આવેલ છે.
અગાઉ નંદાવલા, સરોણ વિસ્તારમાં ત્યાર બાદ પાલીહીલ પાછળ ભાગડાવડા વિસ્તારમાં અને હાલમાં ઓવાડા તાલુકા વલસાડ વિસ્તારમાં ડમ્પીંગ સાઇડ માટે કાર્યવાહી ચાલી રહેલ છે. આ ડમ્પીંગ સાઈડ માટે કોઈ અન્ય જગ્યાની આવશ્યકતા નથી. અને હાલમાં વલસાડ શહેર માટે પારડી સાઢપોર મુકામે જે ડમ્પીંગ સાઈડ છે.
પાલિકાના ડમ્પીંગ સાઈડ પરનો કચરાનો નિકાલ કરવા માટે પાલિકા દ્વારા હાલની ડમ્પીંગ સાઇડનો એરીયા પર આધુનિક ઢબે કચરાનો નિકાલ કરવા માટે ૨૦૦૧-૨૦૦૨ માં ટ્રોમેલ રૂ.૨ કરોડનો ખર્ચ કરી મુકવામાં આવેલ છે. જે હાલમાં બંધ સ્થિતિમાં છે. જે તાત્કાલીક ચાલુ કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે.
