જંબુસરના એબ્સ્યુલેટ RG ઈક્વિપમેન્ટ્સ કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાનો આક્ષેપ
સરકારના નીતિ નિયમો પ્રમાણે કંપની કામદારોને સુવિધાઓ અપાતી ન હોવાની ફરિયાદ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) (પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના વહેલમ ગામે આવેલ એબ્સ્યુલેટ RG ઈક્વિપમેન્ટ્સ પ્રા. કંપનીના ૩૦ જેટલા કામદારો સરકારના નીતિ નિયમો પ્રમાણે કંપની કામદારોને સુવિધાઓ અને કામદારોને પીએફ,આઈ કાર્ડ, પગાર સ્લીપ,ઈન્ક્રીમેન્ટ બોનસ તેમજ ફાયર સેફ્ટી, કેન્ટિંગ, મેડીકલ, સુવિધાઓ આપતી નથી અને કામદારનું શોષણ કરે છે.
કંપની મેનેજમેન્ટ ગેર વહીવટ કરે છે અને કંપની માલિક અને મેનેજમેન્ટ કોઈપણ સરકારી અધિકારીની બીક રાખ્યા વગર કામદારોનું શોષણ કરે છે.આ બાબતે કંપનીને હકની વાત સંગઠનના વિકી શ્રીમાળીએ કામદારો સાથે કંપની મેનેજમેન્ટ સાથે આ બાબતે ચર્ચા કરવા માટે ગેટ પર બોલાવતા કંપની દ્વારા તેમને કંપનીમાં આવી ચર્ચા કરવા બોલાવતા
વિકી શ્રીમાળી સ્પષ્ટના પાડી દેતા ત્યાંના સ્થાનિક સરપંચ સાથે મિટિંગમાં હસે તો જ કંપની ચર્ચા કરશે તેવું જણાવતા વિકી શ્રીમાળીએ કામદારો સાથે રાખીને આવતી કાલે કંપનીની બહાર બેસી કંપની સ્ટાફ કે માલિક જ્યાં સુધી કામદારોની સમસ્યાનું નિરાકરણ લાવી કંપનીમાં પરત લેવામાં નઈ આવે
તો કોઈપણ વ્યક્તિને કંપનીની અંદર જવા નઈ દેવામાં આવે તેવી ચીમકી આપવામાં આવી હતી.સાથે કામદારોના હક માટે અધિકારીઓ પણ શંકા ઉપજાવે તેવી કામગીરીએ ચર્ચાનો વિષય બન્યો છે.
