Western Times News

Gujarati News

લખનઉ : જિલ્લા કોર્ટમાં દેશી બોમ્બથી હુમલો, અનેક વકીલ ઘાયલ

લખનઉ : રાજધાની લખનઉની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ગુરુવારે એક વકીલ પર દેશી બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વકીલ સંજય લોધીનો બચાવ થયો હતો. બોમ્બ ફેંકનાર વ્યક્તિ ઘટના સ્થળેથી ફરાર
થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને ઘટના સ્થળેથી બે સુતળી બોમ્બ મળ્યાં છે. ઘટના બાદ પોલીસનો મોટો કાફલો કોર્ટમાં ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે વકીલોના બે જૂથ વચ્ચે અથડામણનો મામલો છે. બોમ્બ ફેંકનાર યુવક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું કહેવામાં આવે છે. જ્યારે અમુક લોકો વિસ્ફોટને કારણે ઘાયલ થયા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વકીલ સંજય લોધી પોતાની ચેમ્બરમાં બેઠા હતા. આશરે પોણા 12 વાગ્યે એક યુવકે તેના પર બોમ્બથી હુમલો કર્યો હતો. જોકે, આ હુમલામાં વકીલ સંજય લોધી બચી ગયા હતા. જ્યારે પોલીસે બે બોમ્બ જપ્ત કર્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સીસીટીવીની તપાસ શરૂ કરી હતી, તેમજ આરોપી યુવકની ઓળખ કરવામાં લાગી છે. વકીલ સંજય લોધીએ કોર્ટ પરિસરમાં થયેલી આ ઘટના બાદ સુરક્ષા પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ હુમલામાં અમુક લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે તેમના હાથમાં પર છરો વાગ્યો છે. વકીલે આ હુમલા બાદ આરોપીની ઝડપથી ધરપકડ કરવાની માંગણી કરી છે. સાથે જ તેમણે કહ્યું કે જેવી રીતે તેમના પર હુમલો થયો છે તેમને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. સાથે જ વકીલે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે આટલી સુરક્ષા વચ્ચે પણ કોઈ કેવી રીતે બોમ્બ
લઈને અંદર ઘૂસી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.