હાઉસફુલ ૫માં મહિલાઓના રોલની દર્શકોએ કરેલી ટીકા વિશે ચિત્રાંગદાએ વાત કરી
મુંબઈ, ચિત્રાંગદા સિંહ છેલ્લે હાઉસફુલ ૫માં જોવા મળી હતી, આ ફિલ્મમાં મહિલાઓના રોલ માત્ર દેખાવ માટે જ રખાયા હોય અને વાર્તામાં તેને કોઈ મહત્વ ન અપાયું હોય તેવા રોલ માટે ફિલ્મની ઘણી ટીકા થઈ હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ચિત્રાંગદાએ કહ્યું કે લોકો હાઉસફુલ ૫ જેવી ફિલ્મ જોઈને જજમેન્ટલ થઈ જાય છે.ચિત્રાંગદાએ કહ્યું કે કોઈ પણ સીન કઈ રીતે તૈયાર થાય છે અને અંતે આ સીન કઈ રીતે સામે આવે છે, એ ભાગ્યે જ કોઈ એક્ટરના હાથમાં હોય છે.
ખાસ તો હાઉસફુલ ફ્રેન્ચાઈઝી જેવી ફિલ્મની કોમેડીની એક ચોક્કસ સ્ટાઇલ હોય છે. મહિલાઓ સાથે દર્શાવાતી ફિઝીકલ કોમેડી ઘણી વખત તમને જોવામાં થોડાં અસહજ કરી દે છે, આ પ્રકારની કોમેડીની સૌથી વધુ ટીકા થતી હોય છે. ચિત્રાંગદાએ કહ્યું કે જ્યારે આ પ્રકારની કોમેડી યોગ્ય રીતે ન બની શકે ત્યારે તેણે ટીકાનો સામનો કરવો પડે છે, જ્યારે ફિલ્મ સફળ થાય ત્યારે લોકો આવી કોમેડી પણ સ્વીકારી લે છે.
ચિત્રાંગદાએ કહ્યું કે ઇન્ટરનેશનલ ફિલ્મ અને જુની ફિલ્મોમાં પણ આ પ્રકારની કોમેડી વર્ષાેથી ચાલતી આવી છે, તેમાંથી ઘણી ફિલ્મો ચાલી છે અને દર્શકોને પસંદ પણ પડી છે. સાથે જ ચિત્રાંગદાએ ધુરંધરનું પણ ઉદાહરણ આપ્યું હતું. તેણે કહ્યું, “જ્યારે ધુરંધર જેવી ફિલ્મ આવે ત્યારે લોકો તેને માત્ર હિંસાત્મક ફિલ્મની દૃષ્ટિએ જ જુએ છે, એ જ એની વાર્તાની કમાલ છે. આ જ રીતે કેટલીક કોમેડી ફિલ્મ હોય છે, જેને પણ તેની વાર્તાની દૃષ્ટિએ જોવી જોઈએ.
આ જ રીતે ફિઝીકલ કોમેડી પણ કામ કરે છે. ડિરેક્ટર તેને કઈ રીતે બતાવવા માગે છે, તેના પર બધો આધાર હોય છે.”હાઉસફુલ ૫ જેવી કોમેડી પર પોતાનો અંગત અભિપ્રાય આપતાં ચિત્રાંગદાએ કહ્યું, “હું આવી ફિલ્મને જજ કરતી નથી. હું ઓડિયન્સ પર છોડું છું, તેમણે પસંદ કરવી, ન કરવી, જોવી, ન જોવી, સહમત થવું કે ન થવું. પરંતુ શું હું એક કલાકાર તરીકે આવી ફિલ્મ સહજતાથી જોઈ શકું છું? કદાચ નહીં. થોડા સીમ થોડાં અલગ રીતે દર્શાવી શકાયા હોત, હું એવું પસંદ કરું છું.
પરંતુ ક્યારેક હું પછી સિદ્ધાંતવાદી વલણ છોડી દઉં છું, પરંતુ હા આપણે થોડા જજમેન્ટલ થઈ જઈએ છીએ. તમારે તેને યોગ્ય દૃશ્ટિએ જોવાની જરૂર છે અને તેને થોડી સિનેમેટિક છૂટ મળવી જોઈએ.”SS1MS
