Western Times News

Gujarati News

રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન 

ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરનું  ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર “આત્મનિર્ભર ભારતઆપણું ગૌરવ – વોકલ ફોર લોકલ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિધ્ધ કરવાના ગુજરાતના પુરૂષાર્થરૂપે ગુજરાતે સાધેલી ઔધોગિક પ્રગતિ અને કલા-સંસ્કૃતિની સમૃધ્ધિને નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો સાથે પ્રસ્તુત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ કેલેન્ડરમાં  ઓટોમોબાઈલ ઉધોગરાસાયણિક ઉદ્યોગોફાર્મા સેક્ટર સિરામિક ઉદ્યોગ,  સેમિકન્ડક્ટરડાયમંડ જેવા ઉદ્યોગો અને પાટણના પટોળાકચ્છની હસ્તકલા,  પિઠોરા ચિત્રકળાબાંધણીરોગાન ચિત્રકળાઅકીક કારીગરી જેવી ગુજરાતની વિશેષ કલાને પણ રજૂ કરાઇ છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીતમુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી વિક્રાંત પાંડેકમિશનરકુટિર અને ગ્રામોદ્યૉગ અને અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદમાહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીસરકારી મુદ્રણ અને છાપકામ કચેરીના ઈન્ચાર્જ નિયામક શ્રી પ્રેમસિંઘ કંવર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.