Western Times News

Gujarati News

વંદે ભારત સ્‍લીપર 180 કિમી સ્પિડે દોડીઃ રેલવે મંત્રીએ પાણીના ગ્લાસ સાથે વિડીયો શેર કર્યો

આગામી વર્ષોમાં 200 થી વધુ વંદે ભારત સ્લીપર ટ્રેનો સેવા માટે આવશે. AC ફસ્ટ ક્લાસમાં બેબી કેર યુનિટ અને ગરમ પાણી સાથે શાવર ક્‍યુબિકલ્‍સ

નવી દિલ્‍હી,  રેલ્‍વે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે મંગળવારે વંદે ભારત સ્‍લીપર ટ્રેન વિશે કેટલીક સારી ખબર શેર કરી. તેમણે એક્‍સપ્રેસ પર ટ્રેનના સ્‍પીડ ટ્રાયલનો એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં નવી ટ્રેન ૧૮૦ કિમી/કલાકની ઝડપે દોડતી દેખાય છે, જે તેની મહત્તમ ડિઝાઇન ગતિ છે. આ ટ્રાયલ કોટા-નાગદા સેક્‍શન પર કરવામાં આવી હતી.

Vande Bharat Sleeper tested today by Commissioner Railway Safety. It ran at 180 kmph between Kota Nagda section. And our own water test demonstrated the technological features of this new generation train.

નોંધનીય છે કે, આટલી ઊંચી ગતિ હોવા છતાં, ટ્રેનમાં મૂકવામાં આવેલા પાણીના ગ્‍લાસ અખંડ રહ્યા, અને પાણીનું એક ટીપું પણ છલકાયું નહીં. આ ટ્રેનની ઉત્તમ ટેકનોલોજીનો પુરાવો છે. અશ્વિની વૈષ્‍ણવે એક્‍સપ્રેસમાં લખ્‍યું, વંદે ભારત સ્‍લીપરનું આજે રેલવે સેફટી કમિશનર દ્વારા પરીક્ષણ કરવામાં આવ્‍યું. તે કોટા-નાગડા સેક્‍શન વચ્‍ચે ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. અને અમારા પોતાના પાણીના પરીક્ષણોએ આ નવી પેઢીની ટ્રેનની તકનીકી લાક્ષણિકતાઓ દર્શાવી હતી.

યુરોપિયન રોલિગ સ્‍ટોકની ડિઝાઇનથી પ્રેરિત, સ્‍લીપર કોચમાં આરામદાયક ગાદીવાળા બર્થ હશે. ઉપરના બર્થમાં ચઢવું પણ સરળ રહેશે. મુસાફરોની સુવિધા માટે, ટ્રેનમાં ઓછી પ્રકાશવાળી નાઇટ લાઇટિગ, વિઝ્‍યુઅલ ડિસ્‍પ્‍લે સિસ્‍ટમ સાથે ઓડિયો જાહેરાતો, સીસીટીવી કેમેરા અને મોડ્‍યુલર પેન્‍ટ્રી હશે.

ટ્રેનમાં વિમાનની જેમ અદ્યતન બાયો-વેક્‍યુમ ટોઇલેટ હશે. એસી ફર્સ્‍ટ-ક્‍લાસ કોચમાં અપંગો માટે સુલભ શૌચાલય, બેબી કેર યુનિટ અને ગરમ પાણી સાથે શાવર ક્‍યુબિકલ્‍સ પણ હશે. સલામતી માટે, ટ્રેન સ્‍વદેશી કવચથી સજ્જ હશે.

✨ વંદે ભારત સ્લીપર ટ્રેન – મુખ્ય મુદ્દા

  • સ્પીડ ટ્રાયલ: ટ્રેનનું પરીક્ષણ કોટા–નાગદા સેકશનમાં 180 કિમી/કલાકની મહત્તમ ડિઝાઇન ગતિએ થયું.
  • ટેકનોલોજીનો પુરાવો: ટ્રેનમાં મૂકેલા પાણીના ગ્લાસમાંથી એક ટીપું પણ છલકાયું નહીં – આ તેની સ્થિરતા અને અદ્યતન ટેકનોલોજી દર્શાવે છે.
  • ઉત્પાદન યોજના:
    • BEML અને ICF દ્વારા 10 સેટનું ઉત્પાદન.
    • ભારતીય–રશિયન સંયુક્ત સાહસ “કિનેટ” દ્વારા 10 સેટ.
    • ટીટાગઢ રેલ સિસ્ટમ્સ અને ગ્ન્ચ્ન્ કન્સોર્ટિયમને 80 સ્લીપર વર્ઝન બનાવવા માટે કોન્ટ્રાક્ટ.
    • ICF અલગથી સ્લીપર વર્ઝન વિકસાવી રહ્યું છે.
  • પ્રોટોટાઇપ: પ્રથમ બે ટ્રેનોમાં 16 કોચ હશે – 11 એસી થ્રી-ટાયર, 4 એસી ટુ-ટાયર અને 1 એસી ફર્સ્ટ-ક્લાસ.
  • ડિઝાઇન: યુરોપિયન રોલિંગ સ્ટોકથી પ્રેરિત, આરામદાયક ગાદીવાળા બર્થ, સરળ ચઢાણ, નાઇટ લાઇટિંગ, ઓડિયો–વિઝ્યુઅલ જાહેરાતો, CCTV, મોડ્યુલર પેન્ટ્રી.
  • સુવિધાઓ: અદ્યતન બાયો-વેક્યુમ ટોઇલેટ, અપંગો માટે સુલભ શૌચાલય, બેબી કેર યુનિટ, ગરમ પાણી સાથે શાવર ક્યુબિકલ્સ.
  • સલામતી: સ્વદેશી “કવચ” અથડામણ વિરોધી ટેકનોલોજી, રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ.
  • ભવિષ્યની યોજના: આગામી વર્ષોમાં 200 થી વધુ વંદે ભારત સ્લીપર ટ્રેનો સેવા માટે આવશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.