ઋણ લેનારા 55% ઓનલાઈન ખરીદી કરે છે, 52% ફૂડ ઓર્ડર કરે છે
AI Image
મનીવ્યૂના સર્વેમાં ભારતના ડિજિટલ-ફર્સ્ટ ક્રેડિટના ઉપયોગના તારણ~ ટીઅર 2 શહેરોમાં ડિજિટલ ક્રેડિટના ઉપયોગમાં સૌથી ઝડપી વધારો, મનીવ્યૂ રિસર્ચનો સંકેત ~
બેંગલુરુ, 31 ડિસેમ્બર, 2025: અગ્રણી ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ, મનીવ્યૂએ ભારતની નાણાકીય વર્તણૂંક પરના તેના તાજેતરના સર્વેક્ષણમાંથી ઉંડાણપૂર્વકની માહિતી જાહેર કરી છે, જેમાં 700થી વધુ જિલ્લામાં નાણાકીય વર્તણૂંકમાં નિર્ણાયક પરિવર્તન સામે આવ્યું છે. 2025માં ભારતીયોમાં ઋણ લેવા માટે એક નવો વિશ્વાસ જોવા મળ્યો છે,
માત્ર આવશ્યક ચીજવસ્તુઓ માટે જ નહીં પરંતુ લાઈફસ્ટાઈલને અપગ્રેડ કરવા, મોબિલિટીમાં રોકાણ કરવા, ઘરમાં સુધારો કરવા, શિક્ષણને આગળ ધપાવવા અને પરિવારના સીમાચિહ્નોને ચિહ્નિત કરવા માટે ધિરાણના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે. આ પરિવર્તન ઈન્ડસ્ટ્રીના વ્યાપક અવલોકનોને પ્રતિબિંબિત કરે છે, જે દર્શાવે છે કે ભારતનું નાણાકીય ઇકોસિસ્ટમ એક એવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે જ્યાં ધિરાણને કટોકટીના સમયની સહાયને બદલે પ્રગતિના વ્યૂહાત્મક સક્ષમકર્તા તરીકે જોવામાં આવે છે.
મનીવ્યૂના ડેટામાં સામે આવ્યું છે કે કોઈમ્બતોર, ઇન્દોર, ભુવનેશ્વર, મૈસુર, જયપુર અને નાગપુર જેવા ભારતના ઉભરતા શહેરોમાં ધિરાણની માગમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો છે, જે સ્માર્ટફોન-આધારિત સ્વીકૃતિ અને ડિજિટલ નાણાકીય ઉત્પાદનોમાં વધુ વિશ્વાસને દર્શાવે છે.
હેલ્થકેર અને ઘરગથ્થુ જરૂરિયાતો ઋણ લેવા માટેના સૌથી મોટા ચાલકબળ રહ્યા છે, ત્યારે પ્રગતિ-આધારિત શ્રેણીઓમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે, જે આત્મવિશ્વાસપૂર્ણ અને મહત્વાકાંક્ષી ઋણ લેનારના સેગમેન્ટનો સંકેત આપે છે. ડિજિટલ વપરાશની પેટર્ન પણ મજબૂત બની છે, જેમાં પર્સનલ લોનના વપરાશકર્તા વર્ષ દરમિયાન સક્રિયપણે ઓનલાઈન શોપિંગ, ફૂડ ડિલિવરી અને ફિનટેક એપ્સ પર ખર્ચ કરે છે.
કોઈમ્બતોર, ઇન્દોર, ભુવનેશ્વર, મૈસુર, જયપુર અને નાગપુર જેવા શહેરોમાં માગમાં સૌથી મોટો વધારો થયો છે, જે દર્શાવે છે કે નોન-મેટ્રો બજારો મેટ્રો-સ્તરની ધિરાણ પરિપક્વતા દર્શાવી રહ્યા છે. નિર્ણય લેવાની રીતો પણ લિંગ પ્રમાણે બદલાય છે: ઋણ લેનારી મહિલાઓ (27%) માટે પરિવાર નિર્ણાયક ભૂમિકામાં યથાવત્ રહ્યો છે, જ્યારે પુરુષો (21%) ઋણ લેતાં પહેલા મિત્રો, સહકાર્યકરો કે નાણાકીય સલાહકારો પાસેથી માહિતી લેવાનું વધુ વલણ ધરાવતા હતા.
ડિજિટલ-ફર્સ્ટ પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે, કેમ કે 55% પર્સનલ લોન યુઝર્સ ઓનલાઈન શોપિંગ પાછળ ખર્ચ કરે છે, 52% ફૂડ ઓર્ડર પર અને 40% મોબાઇલ બેંકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, જ્યારે ઋણ લેનારા જૂથોમાં AI-આધારિત મુસાફરી અને મોબાઇલ-ફર્સ્ટ નાણાકીય વર્તણૂંક સામાન્ય બની ગયા છે.
આ માહિતી પર પોતાના વિચારો વ્યક્ત કરતા, મનીવ્યૂના ચીફ બિઝનેસ ઓફિસર સુષ્મા અબ્બુરીએ જણાવ્યું હતું કે, “2025માં ભારતની વપરાશની પેટર્ન આગામી છલાંગ માટે તૈયાર રાષ્ટ્રને દર્શાવે છે. ઉભરતા શહેરો અને ડિજિટલને અપનાવી ચૂકેલા યુઝર્સ એક આત્મવિશ્વાસપૂર્ણ, ભવિષ્ય માટે તૈયાર નાણાકીય સંસ્કૃતિને આકાર આપી રહ્યા છે.
વિશ્વાસ, સુવિધા અને ડિજિટલ તૈયારી ભારત કેવી રીતે ઋણ લે છે, ખર્ચ કરે છે અને આયોજન કરે છે, તેને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે. મનીવ્યૂ ખાતે, અમે સુલભ અને વપરાશકર્તા માટે અનુકૂળ હોય તેવા નાણાકીય ઉત્પાદનો તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જે વ્યક્તિઓને સશક્ત બનાવે છે, પછી તે રોજિંદા ખર્ચ માટે હોય કે લાંબા ગાળાની આકાંક્ષાઓ માટે.”
ડિજિટલ માટે સ્વીકૃતિની ગતિ ઝડપી બનતી જાય છે તેમ, મનીવ્યૂ અસીમિત, પરવડી શકે તેવા નાણાકીય ઉત્પાદનો સુધીની પહોંચને સર્વવ્યાપી બનાવવા, નાણાકીય સમાવેશને વધુ ગાઢ બનાવવા અને ભારતની વંચિત અને મહત્વાકાંક્ષી વસ્તીને દેશની વિકાસગાથામાં વિશ્વાસપૂર્વક ભાગ લેવા સક્ષમ બનાવવા માટે તેની પ્રતિબદ્ધતાને આગળ ધપાવે છે.
