વર્ષ 2025ના અંતે ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની
AI Image
2030 સુધીમાં ભારતનું GDP 7.3 ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે, જેના કારણે તે જર્મનીને પાછળ છોડીને ત્રીજા સ્થાને આવશે.
નવી દિલ્હી: આર્થિક ક્ષેત્રે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં ભારત વર્ષ ૨૦૨૫ના અંતમા વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારત જાપાનને પછાડીને આગળ વધ્યું છે.
ભારતનું અર્થતંત્ર ૪.૧૮ ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે. સરકારનો દાવો છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. તેમજ વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
મહત્ત્વપૂર્ણ સિદ્ધિ તરીકે, ભારતે જાપાનને પાછળ છોડીને GDPના આધારે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે, એમ સરકારના વર્ષાંત આર્થિક સમીક્ષામાં જણાવાયું છે. માત્ર એટલું જ નહીં, ભારતીય અર્થતંત્ર આગામી વર્ષોમાં જર્મનીને પાછળ છોડીને અમેરિકા અને ચીન પછી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. અંતિમ પુષ્ટિ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડાર (IMF) દ્વારા 2026ની પહેલી છમાસિકમાં કરવામાં આવશે, જ્યારે 2025ના અંતિમ આંકડા આગામી દિવસોમાં જાહેર થશે.
“GDPનું મૂલ્ય $4.18 ટ્રિલિયન સુધી પહોંચતાં, ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે અને આગામી 2.5 થી 3 વર્ષમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજા ક્રમે પહોંચવા જઈ રહ્યું છે, 2030 સુધીમાં GDP $7.3 ટ્રિલિયન થવાની ધારણા છે,” એમ સરકારના નિવેદનમાં જણાવાયું.
- ચોથું સ્થાન: વર્ષ 2025ના અંતે ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની.
- GDP આંકડો: ભારતનું અર્થતંત્ર હવે 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે.
- ભવિષ્યનો અંદાજ: 2030 સુધીમાં ભારતનું GDP 7.3 ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે, જેના કારણે તે જર્મનીને પાછળ છોડીને ત્રીજા સ્થાને આવશે.
- ટોપ 5 અર્થવ્યવસ્થાઓ (2025): અમેરિકા, ચીન, જર્મની, ભારત, જાપાન
- વૃદ્ધિ દર: 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં GDP છ ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે પહોંચ્યો, જે ભારતની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.
- લક્ષ્ય 2047: સ્વતંત્રતાના 100 વર્ષ સુધીમાં ભારત “ઉચ્ચ મધ્યમ આવક” ધરાવતું દેશ બનવાનું લક્ષ્ય રાખે છે.
વર્ષ ૨૦૨૫માં દેશના સુધારા અંગેના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ૪.૧૮ ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપી સાથે ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમજ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૭.૩ ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપીનો અંદાજ છે. જેના લીધે ભારત જર્મનીને પછાડીને આગામી ત્રણ વર્ષના ત્રીજા સ્થાને પહોંચશે.
વિશ્વની ૫ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પર નજર કરીએ તો (૧)અમેરિકા, (૨)ચીન (૩)જર્મની(૪) ભારત અને જાપાન પાંચમા સ્થાને છે. તેમજ જણાવવામાં આવ્યું છે કે દેશમાં આર્થિક વૃદ્ધિ અપેક્ષાઓ કરતાં વધુ સારી રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬ ના બીજા ત્રિમાસિક ગાળામાં GDP છ ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ વૈશ્વિક વેપારમાં સતત અનિヘતિતાઓ વચ્ચે ભારતની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિબિત કરે છે.
સરકારે જણાવ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને આ ગતિ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં તેની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકનો દરજ્જો પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે દેશ આર્થિક વિકાસ, માળખાકીય સુધારાઓ અને સામાજિક પ્રગતિના મજબૂત પાયા પર આગળ વધી રહ્યો છે. (૩૮.૧૦)
