Western Times News

Gujarati News

સીજી રોડ, સિંધુ ભવન રોડ વિસ્તારોમાં મોડે સુધી યુવાનો ઉજવણીના મૂડમાં જોવા મળ્યા

અમદાવાદ સહિત રાજ્યભરમાં નવા વર્ષની ઉજવણી

(એજન્સી)અમદાવાદ, આજે રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા પ્રબંધો સાથે નવા વર્ષની ઉજવણી કરાઈ હતી. અમદાવાદમાં સાજે ૬ વાગ્યાથી રાત્રે ૩ વાગ્યા સુધી સી.જી. રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

અમદાવાદ સહિત રાજ્યભરમાં ૩૧ની ઉજવણી કરવામાં આવી હતી. રાતના ૧ર વાગ્યાના ટકોરે લોકોએ ર૦ર૬ને આવકારી નવા વર્ષની ઉજવણી કરી હતી. અમદાવાદ શહેરના સીજી રોડ, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારોમાં મોડે સુધી યુવાનો ઉજવણીના મૂડમાં જોવા મળ્યા હતા. બીજી તરફ પોલીસ દ્વારા ઠેર-ઠેર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ દારૂ પીને છાકટા બનેલા કેટલાક નબીરાઓને ઝડપી લીધા હતા.

રાજ્યમાં અનેક સ્થાનો પર થર્ટીફસ્ટની ઉજવણી માટે પાર્ટીનું આયોજન થયું હતું. નવા વર્ષને આવકારવા અમદાવાદ શહેરમાં સી.જી. રોડ પર લોકોની ભીડ ભેગી થતી હોય છે. નવા વર્ષ ૨૦૨૬ને આવકારવા શહેરમાં અનેક સ્થાનો પર રોશની કરવામાં આવી હતી. દરમિયાન સુરત શહેરમાં ઝોન -૪ પોલીસની થર્ટી ફર્સ્ટને લઈ મોટી કાર્યવાહિ કરી છે. ડીસીપી ઝોન – ૪ પોલીસે ૨૦૦થી વધુ દારૂ પીધેલા ઈસમોને પકડી પાડ્યા છે.

અલથાણ, પાંડેસરા, ખટોદરા,વેસુ,ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા પીધેલાઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ૨૦૦ થી વધુ ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં સી.જી. રોડ અને સીંધુ ભવન રોડ પર મોડી સાંજથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો આ ઉપરાંત શહેરના અન્ય માર્ગો ઉપર પણ પોલીસ ટીમો પસાર થતા નાગરિકોની તપાસ કરતા હતા.

જયારે સી.જી. રોડ અને સીંધુભવન રોડ પર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી હતી ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવતી હતી. ખાસ કરીને સી ટીમ દ્વારા રોમિયોને ઝડપી લેવા માટેની કવાયત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા એસ.જી. હાઈવે પર મોલમાં તોડફોડ કરાઈ હતી જેના પગલે પોલીસ વધુ સતર્ક બની હતી.

સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટ નો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવતા હોય છે પરંતુ આ થર્ટી ફર્સ્ટમાં અમુક દારૂડિયાઓ છાકટા બનીને ફરતા હોય છે. ત્યારે શહેર ઝોન -૪ પોલીસે વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરી દારૂડીયાઓને ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે. ઝોન -૪ પોલીસની હદમાં આવતા અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અઠવા પોલીસ મથકની હદમાં આવતા વિવિધ વિસ્તારોમાં પોલીસે ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.