ભીખુભાઈ પટેલની વિશિષ્ટ કાર્ય પદ્ધતિ તથા ખૂબ જ ટૂંક સમયમાં હાંસલ કરી: બ્રહ્મવિહારી સ્વામી
ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ બી. પટેલના ૭૫માં જન્મદિવસ નિમિત્તે ‘અમૃત પર્વ’ની ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ) આણંદ, વલ્લભ વિદ્યાનગર શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગરના વિકાસમાં જેનું અમૂલ્ય યોગદાન છે, તેવા ચારૂતર વિદ્યામંડળ અને સી.વી.એમ. યુનિવર્સિટીના આદરણીય ચેરમેન શ્રી ભીખુભાઈ બી. પટેલ તેમના જીવનના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ વિશેષ અવસરને વધાવવા માટે ચારુતર વિદ્યામંડળના ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ, માનદ સહમંત્રી શ્રી મેહુલભાઈ પટેલ,
શ્રી વિશાલભાઈ પટેલ તથા શ્રી એસ. જી. પટેલ અને સી.વી.એમ. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી પ્રોફેસર (ડો.) ઇન્દ્રજીત પટેલ, રજિસ્ટ્રાર શ્રી પ્રોફેસર (ડો.) સંદીપ વાલિયા તથા સીવીએમ યુનિવર્સિટી પરિવાર દ્વારા ૨૯ ડિસેમ્બર ૨૦૨૫, સોમવારના રોજ સાંજે ૬ઃ૦૦ વાગ્યાથી, સીવીએમ શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે એક ભવ્ય ‘પ્લેટિનમ જ્યુબિલી’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અબુ ધાબી (UAE) સ્થિત BAPS હિન્દુ મંદિરના મુખ્ય સંત પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાંશ્રી પ્રયાસવિન પટેલ (ચેરમેન અને એમ.ડી., એલિકોન એન્જિનિયરિંગ),
શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (પ્રેસિડેન્ટ, ચારુસેટ – ચાંગા અને પૂર્વ સાંસદ),રાજકીયપક્ષના હોદ્દેદારો જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપ કોષાધ્યક્ષ શ્રી પરીન્દુભાઈ ભગત (કાકુજી), ધારાસભ્ય, શ્રીપંકજભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં અબુ ધાબી સ્થિત BAPS હિન્દુ મંદિરના મુખ્ય સંત પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે ભીખુભાઈ પટેલની વિશિષ્ટ કાર્ય પદ્ધતિ તથા ખૂબ જ ટૂંક સમયમાં હાંસલ કરી છે અને હજી પણ તેઓને ખૂબ કર્યો કરવાના છે. ચેરમેન ભીખુભાઈ પટેલનું સંસ્થાના હોદ્દેદારો તથા સંતો દ્વારા પુષ્પહાર અર્પણ કરી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
સન્માન પત્રનું વાંચન ફાઇન આર્ટસના કોલેજના નિયામક શ્રીકનુભાઈ પટેલે કર્યું હતું આ ઉપરાંત પ્રોફેસર ડો. ઇન્દ્રજીત પટેલ દ્વારા નવા પ્રકલ્પો અંગેની વિડીયો મધ્યમ દ્વારા માહિતી આપાઈ હતી.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી ભીખુભાઈ પટેલના જીવનપ્રવાસ પર આધારિત વિશેષ વિડિયો પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું, શ્રી ભીખુભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું તેમજ પુસ્તક વિમોચન પણ યોજાયું હતું. આભાર વિધિ માનદ સહ મંત્રી શ્રી વિશાલભાઈ પટેલ દ્વારા કરાઇ હતી.
