Western Times News

Gujarati News

જીવના જોખમે જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે સરીસૃપ જીવોના રેસ્ક્યુ!!!

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં ઘણા સરીસૃપ જીવો વસવાટ કરી રહ્યા છે જેથી સરીસૃપ જીવો ગમે તે સ્થળે અને સમયે નીકળતા વિવિધ એનજીઓના જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે.

પરંતુ આ રેસ્ક્યુ દરમ્યાન વન વિભાગના કોઈ અધિકારી,કમૅચારી કે વાઈલ્ડ લાઈફ વોર્ડન હજાર રહેતા નથી અને જીવદયા પ્રેમીઓ સેફ્‌ટી વિના રેસ્ક્યુ કરતા હોય છે.ત્યારે કોઈ સરીસૃપ જીવદયા પ્રેમીને કરડી લે અને જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ? તેવા સવાલો ઉભા થયા છે.

ભરૂચ જીલ્લામાં છેલ્લા ધણા વર્ષોથી જીવદયા ક્ષેત્રે વિવિધ એનજીઓ કાર્યરત છે અને વન વિભાગના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે.ભરૂચ શહેર અને જીલ્લામાં દિવસ હોય કે રાત ગમે ત્યારે ગમે તે સ્થળે અને સમયે સરીસૃપ નીકળતા હોય છે.

જેમાં કેટલાક બિન ઝેરી અને કેટલાક અત્યંત ઝેરી સરીસૃપો હોય છે.આ સરિસૃપોને જીવદયા પ્રેમીઓ રેસ્ક્યુ કરતા હોય અને તેને સુરક્ષિત સ્થળે છોડતા હોય છે.પરંતુ અહીં રેસ્ક્યુ કરતા જીવદયા પ્રેમીઓ સાથે જવાબદાર વન વિભાગના અધિકારીઓ, કમૅચારીઓ કે વાઈલ્ડ લાઈફ વોર્ડન હાજર રહેતા નથી માત્ર ફોન પર જ માર્ગદર્શન આપી સંતોષ માણી લેતા હોય છે.

જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરતી વેળા તેઓના હાથમાં ગ્લોઝ કે સ્ટીક હોતા નથી અને ખુલ્લા હાથે જ રેસ્ક્યુ કરતા હોય છે આ દરમ્યાન જો કોઈ ઝેરી કે અત્યંત ઝેરી સરીસૃપ દ્વારા જીવદયા પ્રેમીને કરડી લે અને જીવ જાય તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા છે.કારણ કે અગાઉ એક અધિકારીના ઘરે સરીસૃપ નીકળતા એક જીવદયા પ્રેમી રેસ્ક્યુ માટે ગયો હતો જે જીવદયા પ્રેમીને કરડી લેતા તેને હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો અને સારવાર આપવામાં આવી હતી.

જોકે સદ્દનસીબે તેનો જીવ બચી ગયો હતો પંરતુ તેને હાથની આંગળી ગુમાવવાનો વાળો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ એનજીઓના જીવદયા પ્રેમીઓ પોતાનો જીવ જોખમમાં મૂકી સેફ્‌ટી વિના રેસ્ક્યુ કરી રહ્યા છે.ત્યારે ભરૂચના વન વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.ત્યારે વન વિભાગ દ્વારા જીવદયા પ્રેમીઓને ટ્રેનિંગ આપવા સાથે મજબૂત સેફટીના સાધનો પૂરા પાડવામાં આવે તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.