Western Times News

Gujarati News

કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરમાં રૂપિયા ૧૧૧નો વધારો કરાયો

નવી દિલ્હી, વર્ષ ૨૦૨૬ શરૂ થઈ ગયો છે. જોકે, નવું વર્ષ શરૂ થવાની સાથે દેશના નાગરિકોને મોંઘવારીની ભેટ પણ મળી ગઈ છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં અધધ વધારો કર્યાે છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧ કિગ્રા એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૧૧ રૂપિયાનો વધારો કર્યાે છે. જોકે, ૧૪ કિગ્રાના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.૧ જાન્યુઆરીથી લાગુ થતા નવા વધારા મુજબ, હવે દિલ્હીમાં ૧૫૮૦.૫૦ રૂપિયામાં મળતો ૧૯ કિગ્રાનો કોમર્શિયલ સિલિન્ડર હવે ૧૬૯૧.૫૦ રૂપિયામાં મળશે. કોલકાતામાં ૧૬૮૪ રૂપિયામાં મળતો કોમર્શિયલ સિલિન્ડર હવે ૧૭૮૫ રૂપિયામાં મળશે.

જ્યારે મુંબઈમાં ૧૫૩૧.૫૦ રૂપિયામાં મળતો સિલિન્ડર હવે ૧૬૪૨ રૂપિયામાં મળશે. ચેન્નઈમાં ૧૭૩૯ રૂપિયામાં મળતો સિલિન્ડર હવે ૧૮૪૯.૫૦ રૂપિયામાં મળશે.ગયા વર્ષે ૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ૧૯ કિગ્રાવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હી, કોલકાતામાં ૧૦ રૂપિયા તથા મુંબઈ અને ચેન્નઈમાં ૧૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે નવા વર્ષે થયેલો વધારો નાગરિકોનું બજેટ ખોરવી શકે છે.

ગુજરાત એસટીના ભાડામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા વર્ષથી નવા ભાવ વધારાનો અમલ કરવામાં આવશે. આ ભાવ વધારાના કારણે ૨૭ લાખ મુસાફરો પર પ્રભાવ પડવાનો છે. ગુજરાત એસીટી વિભાગની દૈનિક ૮૦૦૦થી વધુ બસો રોજનું ૩૨ લાખ કિમીનું અંતર કાપે છે, જેમાં દૈનિક હવે ૨૭ લાખ મુસાફરોને આ ભાવ વધારાની અસર થવાની છે. ૯ કિમી સુધીની મુસાફરીમાં કોઈ ભાવ વધારો નથી કરાયો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.