Western Times News

Gujarati News

કાયદાનો ભંગ કરશો તો આકરી સજા થશેઃ યુએસ દૂતાવાસની ચેતવણી

નવી દિલ્હી, એચ-વન બી વિઝામાં થઈ રહેલા ભારે વિલંબ વચ્ચે ભારત ખાતેના અમેરિકાના દૂતાવાસે બુધવારે ચેતવણી આપી હતી કે દેશના કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને આકરી સજા ફટકારવામાં આવશે.

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળનું હાલનું વહીવટીતંત્ર અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશનનો અંત લાવવા માટે પ્રતિબદ્ધ છે.દૂતાવાસે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જો તમે અમેરિકાના કાયદાનો ભંગ કરશો તો તમને ફોજદારી દંડની મોટી સજા ફટકારવામાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશનનો અંત લાવવા તથા દેશની સીમા અને નાગરિકોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ ચેતવણીના એક દિવસ પહેલા અમેરિકાના ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટએ જણાવ્યું હતું કે તેને ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળક પર બળાત્કાર, ઘરેલુ હિંસા અને માનવ તસ્કરી સહિતના જઘન્ય ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવેલા સૌથી ખુંખાર ગુનેગારોની ધરપકડ કરી છે. ટ્રમ્પના કાર્યકાળના પ્રથમ વર્ષમાં આઈસીઈએ દેશમાં સૌથી ખુંખાર ગુનેગાર ગેરકાયદેસર વિદેશીઓને અવિરતપણે નિશાન બનાવ્યાં છે.

એજન્સીનો નવા વર્ષનો સંકલ્પ વિદેશી ગુનેગારોની ધરપકડ કરવાનો છે. ૨૦૨૫ના વર્ષ દરમિયાન આઈસીઈ અધિકારીઓએ દેશભરમાંથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સની ધરપકડ કરવા અથવા અટકાયત કરવા માટે અનેક દરોડા પાડ્યાં હતાં. આ કાર્યવાહી માટે તેમને ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો.

આ મહિનાની શરુઆતમાં ટ્રમ્પે એચ-વનબી વિઝા પ્રોગ્રામમાં પણ મોટા ફેરફાર કર્યા હતાં.એચ-વનબી વિઝા ફીને વધારીને ૧ લાખ ડોલર કરવાના પ્રેસિડન્ટ ટ્રમ્પના નિર્ણયને પડકારતી અરજીને અમેરિકાના કોલંબિયા ડિસ્ટ્રિક્ટની કોર્ટે ફગાવી દીધી હતી. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ નિયુક્ત કરેલા જજ બેરિલ હોવેલે ચુકાદોમાં જણાવ્યું હતું કે ફી લાદવાની ટ્રમ્પ પાસે કાયદેસરની સત્તા છે. જોકે અમેરિકાના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન યુએસ ચેમ્બર ઓફ કોમર્સે આ ચુકાદાને પડકાર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.