Western Times News

Gujarati News

J&K : કલમ 370 હટાવ્યા બાદ 8 માર્ચથી પંચાયત ચૂંટણી યોજાશે

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર તંત્રએ ગુરુવારે તમામ બ્લોકમાં ખાલી જગ્યાઓ પર પંચાયતની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. જમ્મુમાં ચાર તબક્કામાં અને કાશ્મીરમાં આઠ તબક્કામાં ચૂંટણી થશે. ચૂંટણી 5 માર્ચથી 20 માર્ચ સુધી યોજાશે. 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવવામાં આવતા અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયા બાદ આ સૌપ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) શૈલેન્દ્ર કુમારે ગુરુવારે જણાવ્યું કે – ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જ્યાં-જ્યાં ચૂંટણી યોજાશે, ત્યાં આચારસંહિતા લાગુ થશે. મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે.

સીઈઓ કુમારના મતે મતદાન 5મી માર્ચથી 7, 9, 12, 14, 16, 18, અને 20 માર્ચ સુધી આઠ તબક્કામાં યોજાશે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં હાલમાં ચૂંટણીનો પ્રસ્તાવ મળ્યો નથી માટે તેને આ પ્રક્રિયામાં સામેલ કરાયું નથી. હાલમાં લદ્દાખમાં બરફવર્ષા થઈ રહી છે અને સખત ઠંડી છે. હાલમાં ત્યાં ચૂંટણી યોજવી યોગ્ય નથી. જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન સમયે ખાલી પડેલી જગ્યાઓ પર ચૂંટણી યોજાશે. ચૂંટણી બાદ પ્રદેશમાં પંચાયતી વ્યવસ્થા વધુ મજબૂત થશે.

છેલ્લે 2018માં જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ કોન્ફરન્સ સહિત કેટલીક અન્ય પાર્ટીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આતંકવાદી સંગઠનોએ પણ મતદાન નહીં કરવા માટે લોકોને ધમકાવ્યાહ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.