15 ઓગસ્ટ 2027ના રોજ સુરત-બિલીમોરા 50 કિમીના રૂટ પર દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય
નવી દિલ્હી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે સંકેત આપ્યો હતો કે ભારતને 15 ઓગસ્ટ 2027 ના રોજ તેની પ્રથમ બુલેટ ટ્રેન મળવાની સંભાવના છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશ આવતા વર્ષે પાટા પર દોડતી તેની પ્રથમ બુલેટ ટ્રેનનો સાક્ષી બનવા જઈ રહ્યો છે.
તેમણે કહ્યું, “2027માં સ્વતંત્રતા દિવસ પર બુલેટ ટ્રેનની ટિકિટ ખરીદજો, કારણ કે દેશને તેની પ્રથમ બુલેટ ટ્રેન મળશે.“
વૈષ્ણવે એમ પણ જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ ચેર કારે દેશભરમાં આત્મવિશ્વાસની નવી ભાવના જગાડી છે અને લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, “હવે સમગ્ર ભારતમાંથી વંદે ભારત ટ્રેનો ચલાવવા માટે વિનંતીઓ આવી રહી છે અને લગભગ દરેક સાંસદ (MP) એક ટ્રેન ઈચ્છે છે. વંદે ભારત સ્લીપર સાથે સમાન આરામ, સુરક્ષા અને ધોરણો સાથે રાત્રિ મુસાફરીનો એક નવો પ્રવાસ શરૂ થશે.”
ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમીમાં ફેલાયેલો છે. આમાંથી 352 કિમી ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાં અને 156 કિમી મહારાષ્ટ્રમાં છે.
સરકારના જણાવ્યા અનુસાર, આ કોરિડોર અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, થાણે અને મુંબઈ જેવા મુખ્ય શહેરોને જોડશે અને આ બે મેટ્રો શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને અંદાજે બે કલાક કરી દેશે તેવી અપેક્ષા છે, જેનાથી શહેરો વચ્ચેની અવરજવરમાં મોટો વધારો થશે.
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) મુજબ, કોરિડોરનો 85 ટકાથી વધુ હિસ્સો — લગભગ 465 કિમી — એલિવેટેડ વાયાડક્ટ્સ (થાંભલાઓ) પર બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી 326 કિમીનું કામ પહેલેથી જ પૂર્ણ થઈ ગયું છે.
બુલેટ ટ્રેનનો તબક્કાવાર પ્લાન
રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર રૂટ એકસાથે શરૂ કરવાને બદલે તેને અલગ-અલગ ફેઝમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે: India’s maiden bullet train is set for its inaugural run by August 15, 2027, Railways Minister Ashwini Vaishnaw said. The Mumbai–Ahmedabad corridor will open in phases, starting with the Surat–Bilimora stretch.
-
પ્રથમ ફેઝ (સુરત થી બીલીમોરા): 15 ઓગસ્ટ 2027ના રોજ આ 50 કિમીના રૂટ પર દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય છે. આ સેક્શનમાં કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે.
-
બીજો ફેઝ (વાપી થી સુરત): સુરત અને બીલીમોરા બાદ દક્ષિણ ગુજરાતના વાપી શહેરને સુરત સાથે જોડવામાં આવશે.
-
ત્રીજો ફેઝ (વાપી થી અમદાવાદ): આ તબક્કામાં ગુજરાતના મુખ્ય આર્થિક કેન્દ્ર અમદાવાદને વાપી સુધી જોડવામાં આવશે, જેનાથી ગુજરાતમાં બુલેટ ટ્રેનનું નેટવર્ક મજબૂત થશે.
-
ચોથો ફેઝ (થાણે થી અમદાવાદ): મહારાષ્ટ્રના થાણેથી અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી શરૂ થશે.
-
અંતિમ ફેઝ (મુંબઈ થી અમદાવાદ): છેલ્લે મુંબઈ (બીકેસી સ્ટેશન) થી અમદાવાદ સુધીનો સમગ્ર 508 કિમીનો રૂટ કાર્યરત થશે.
#WATCH | Delhi: Railways Minister Ashwini Vaishnaw says, “The bullet train will be ready in 2027, August 15th, 2027. The first section to open will be from Surat to Bilimora. After that, Vapi to Surat will open. Then Vapi to Ahmedabad will open, and after that, Thane to Ahmedabad… pic.twitter.com/vpal8NqNpE
— ANI (@ANI) January 1, 2026
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ
-
ઝડપ: બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ 320 કિમી/કલાક હશે.
-
સમયની બચત: હાલમાં મુંબઈથી અમદાવાદ પહોંચતા 6-7 કલાક લાગે છે, જે ઘટીને માત્ર 2 થી 2.5 કલાક થઈ જશે.
-
સ્ટેશનો: આ રૂટ પર કુલ 12 સ્ટેશનો હશે (સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ).
-
ટેકનોલોજી: આ પ્રોજેક્ટ જાપાનની ‘શિન્કાન્સેન’ ટેકનોલોજી પર આધારિત છે, જે તેની સુરક્ષા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
કામગીરીની વર્તમાન સ્થિતિ
-
ગુજરાતમાં પ્રગતિ: ગુજરાતમાં જમીન સંપાદન 100% પૂર્ણ થઈ ગયું છે અને નદીઓ પર પુલ બનાવવાનું કામ તેમજ વાયાડક્ટ (પિલર) ઉભા કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
-
સુરત-બીલીમોરા સેક્શન: આ સેક્શનને ‘પાયલોટ સેક્શન’ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે, જ્યાં ટ્રેનનું પ્રથમ ટ્રાયલ રન પણ લેવામાં આવશે.
-
મહારાષ્ટ્રમાં સ્થિતિ: અગાઉ મહારાષ્ટ્રમાં કામગીરી ધીમી હતી, પરંતુ હવે ત્યાં પણ જમીન સંપાદન અને સમુદ્રની નીચે ટનલ બનાવવાનું કામ (BKC થી શિલ્ફાટા) શરૂ થઈ ચૂક્યું છે.
શા માટે સુરત થી બીલીમોરા પ્રથમ?
સુરત અને બીલીમોરા વચ્ચેનો વિસ્તાર ભૌગોલિક રીતે સાનુકૂળ છે અને ત્યાં મોટાભાગનું સિવિલ વર્ક (પિલર્સ અને ગર્ડર લોન્ચિંગ) પૂર્ણતાના આરે છે. આથી, ટેકનિકલ ટ્રાયલ અને પ્રારંભિક કામગીરી માટે આ રૂટ સૌથી યોગ્ય પસંદ કરવામાં આવ્યો છે.
