સોશિયલ મિડીયાને કારણે ઈમોશન ઈન્ટેલીજન્સ પર સીધી નકારાત્મક અસર
પ્રતિકાત્મક
મર્યાદિત ઉપયોગ આત્મવિશ્વાસ વધારે, અતિરેક તણાવ સર્જે છે: સોશીયલ મીડીયાનો યુવા માનવ પર ભાવનાત્મક પ્રભાવ પર સર્વેક્ષણ
૮૦% યુવાનોને દૈનિક પ થી ૬ કલાકનું સોશીયલ મીડીયાનું વળગણ ચિંતાજનક
(એજન્સી)ભાવનગર, જ્ઞાનમંજરી ઈનોવેટીવ યુનિવસીટીના કોમર્સ વિધાશાખાના વિધાર્થીઓ દ્વારા યુવા માનસ પર સોશીયલ મીડીયાનો ભાવનાત્મક પ્રભાવ જેવા સાંપ્રત સમયમાં ખુબ જરૂરી વિષય પર સામાજીક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો.
આ સર્વેક્ષણ આજના યુવાનોના માનસ પર સોશીયલ મીડીયાનો ઉપયોગ કેવી સકારાત્મક અને નકારાત્મક અસર કરે તેને સંલગ્ન તારણો અને નિષ્ક્રીય માટે પ્રર્શનાવલી દ્વારા માહિતી એક્ત્રીત કરવામાં આવી હતી. જેમાં સોશીયલ મીડીયાના ઉપયોગનો સમય ભાવનાત્મક જાગૃતિ સ્વ.નિયંત્રણ સહાનુભુતી તણાવ અને સામાજીક સંબંધો સાયબર ફ્રોડ જેવા મુદાઓનો સમાવેશ કરાયો હતો.
પ્રશ્નાવલીના વિશ્લેષણ મુજબ ૮૦% યુવાનો રોજના પ થી ૬ કલાક સોશીયલ મીડીયા પર વિતાવે છે. જેના કારણે તેમના ઈમોશન ઈન્ટેલીજન્સ પર સીધી નકારાત્મક અસર જોવા મળે છે. ૬પ% યુવાનોની સ્વીકૃતિ મુજબ કેટલીક નકારાત્મક અસરો જેવી કે સતત તુલનાત્મક વિચારસરણી આત્મવિશ્વાસમાં ઘટાડો ચિંતા તણાવ અને માનસીક અસ્થિરતા વધતી જોવા મળી હતી,
પ૭% યુવાનોના અભિપ્રાય મુજબ સોશીયલ મીડીયાનો સકારાત્મક પ્રભાવ પણ જોવા મળ્યો, જેમ કે મિત્રો અને પરીવાર સાથે સતત જોડાયેલા રહેવાની તક ભાવનાત્મક સહારો તેમજ જાગૃતિ અને સહાનુભુતી નો વિકાસ જોવા મળ્યો હતો જોતેનો સમજદારીપુર્વક મર્યાદીત ઉપયોગ થાય તો તે આત્મવશવાસ વધારે અને અતિરેક તણાવ સર્જે છે.
આ સર્વેક્ષણના તારણોને આધારે ભલામણ કરવામાં આવી છે કે શૈક્ષણીક સંસ્થામાં ડીજીટલ ડીટોકસ તેમજ ડીજીટલ વેલ બેઈગમાંથી નિયમીત વર્કશોપ્સ યોજવા જોઈએ.
