Western Times News

Gujarati News

ખેરોજ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપ્યો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી,સાબરકાંઠા ડો.પાર્થરાજસિહ ગોહીલનાઓએ આગામી ૩૧ ડીસેમ્બર અંતર્ગત આંતરરાજ્ય બોર્ડર ઉપર થી જિલ્લામાં પ્રોહીબીશન ગુન્હાઓની ગેરકાયદેસર હેરાફેરી અંકુશમાં લેવા તથા પ્રોહીબીશનને લગત કેસો શોધી અસરકારક કામગીરી કરવા આપેલ

સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મિત ગોહીલ સાહેબ ઇડર વિભાગ ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ડી.એન.સાધુ પોલીસ ઇન્સપેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન આ દિશામા સતત કાર્યશીલ હતા

જે દરમ્યાન ડી.એન.સાધુ પોલીસ ઇન્સપેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ ટીમના પો.સ.ઈ કે.બી.ખાંટ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફ અને તાબાના પોલીસ કર્મચારી સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા ૩૧ ડીસેમ્બર અંતર્ગત લાંબડીયા માલવાસ ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગની કામગીરીમા હતા તે દરમ્યાન સાથેના પો.કો પ્રધ્યુમનસિંહ જામતસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે મતરવાડા ત્રણ રસ્તા ખાતે બાતમી હકીકત મુજબની ગાડીની વોચ તપાસમા રહેલ

તે દરમ્યાન દેલવાડા તરફ થી મતરવાડા તરફ એક નંબર વગરની ટાટા કંપનીની યોધ્ધા પીકઅપ ગાડી આવતા જે ગાડી શંકાસ્પદ હોઇ અને ગુપ્ત ખાના બનાવેલ હોય તેવુ જણાતા ગાડીને લાંબડીયા આઉટ પોસ્ટ ખાતે લાવી જરૂરી તપાસ કરતા ગાડીમાં પાછળના ભાગે નાની કેઇન નો ભાગ બનાવી જેની નીચેના ભાગે ગુપ્તખાનુ બનાવેલ હોઈ જે ખાનુ ખોલાવી જોતા તેની અંદર ગે.કા નો

ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની સીલબંધ પ્લાસ્ટીકની બોટલ હોઈ જે ગે.કા નો મુદામાલ મળી આવતા ઉપરોક્ત નંબર વગરની ટાટા કંપનીની યોધ્ધા પીકઅપ ગાડીનાના ચાલકને ઝડપી લઈ ગાડીમાની ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭૫૦ સ્.ન્ કંપની સીલબંધ બોટલો કૂલ નંગ-૯૦૦ કિં.રૂ.૧૧,૭૦,૦૦૦/-તથા ટાટા કંપનીની યોધ્ધા પીકઅપ ગાડી ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-

તથા બે મોબાઇલ ફોન કિં.રૂ.૬૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૩,૭૬,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ખેરોજ પોલીસ સ્ટેશન સાબરકાંઠા ખાતે પકડાયેલ આરોપી વિરૂધ્ધ ઘી ગુજરાત પ્રોહીબીશન (એમેડમેંટ) એક્ટ ૨૦૧૬ ની કલમ- ૬૫ એ.ઈ,૮૧,૮૩ મુજબ ગુનો દાખલ કરી કામગીરી કરવામાં આવેલ છે આમ પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા ખેરોજ પોલીસની સર્વેલન્સ ટીમને સફળતા મળેલ.

પકડાયેલ આરોપી (૧) નવીન સુભાષભાઈ જાટ રહે.પાનામાલ્યાન ડીઘલ ઝાંઝર, હરીયાણા, પકડવાના બાકી આરોપી (૧) મુદામાલ ભરી આપનાર-અશોક મેરસંગ જાટ રહે.દીગલ તા.બેરી જી.ઝાંઝર હરીયાણા (૨) વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમાં નિકળે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.