Western Times News

Gujarati News

૧૦૮ એમ્બ્યુલન્સમાં ડોક્ટરની સલાહ મુજબ મહિલાની સફળ પ્રસૂતિ કરાવાઈ

(પ્રતિનિધિ) હિંમતનગર, કહેવાય છે કે ‘સેવા એ જ પરમો ધર્મ’ અને આ ઉક્તિને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે ઈસ્ઇૈં ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ની ટીમે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ૧૦૮ની ટીમે સમયસૂચકતા અને કુશળતા દાખવી રસ્તામાં જ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો છે.

ઇડર તાલુકાના રૂદરડી ગામના રહેવાસી અલકાબેન શૈલેષભાઈ ગમારને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા પરિવાર દ્વારા તાત્કાલિક ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંદેશ મળતાની સાથે જ ૧૦૮ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

૧૦૮ એમ્બ્યુલન્સના પંકજ પરમાર અને પાયલોટ શિવરામ સુતરિયા દર્દીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ પ્રસૂતિની પીડા અસહ્ય બની ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને સમજીને, ૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો.

૧૦૮માં ઉપલબ્ધ આધુનિક સાધન સામગ્રીની મદદથી અને ડોક્ટરની સલાહ મુજબ સલામત રીતે પ્રસૂતિ કરાવવામાં આવી હતી. અલકાબેને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા અને બાળક બંનેને વધુ સારવાર અર્થે જનરલ હોસ્પિટલ ઇડર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

સમયસર મળેલી આ મદદથી શૈલેષભાઈ અને તેમના પરિવારે ૧૦૮ની સેવાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જો આજે ૧૦૮ની ટીમ સમયસર ન પહોંચી હોત અને કુશળતા ન દાખવી હોત તો મુશ્કેલી વધી શકી હોત. ૧૦૮ ખરેખર નવજીવનનો પર્યાય સાબિત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.