લીંભોઈમાં ખેતરમાં સંતાડેલી દારૂની ૭રર બોટલો મળી
પ્રતિકાત્મક
મોડાસા, જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે, લીંભોઈ દિલીપભાઈ મંગાભાઈ ચૌહાણના લીંભોઈની સીમમાં આવેલા બાબરા વીરના મંદિર નજીક ખેતરમાં આકાશભાઈ રમેશભાઈ ચૌહાણે દારૂનો જથ્થો સંતાડી રાખેલો છે જેથી પોલીસે બાતમીવાળા સ્થળે છાપો માર્યો હતો ત્યારે બુટલેગર ફરાર થઈ ગયો હતો. જેમાં પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની ૭રર બોટલ જેની કિંમત રૂ.ર.૧ર લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
તેમજ ટીંટોઈ પોલીસે બાકરોલ ગામની સીમમાં બાતમીના આધારે ઈલેકટ્રીક સ્કૂટર આવતા તેને રોકી તપાસ કરતા વિદેશી દારૂની ૯૬ બોટલ સ્કૂટર સહિત રૂ.ર૬,૪૦૦/- નો મુદ્દામાલમાં સ્કૂટરની રૂ.પ૦ હજારની કિંમત ઉમેરતા કુલ રૂ.૭૬,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો
જયારે ભિલોડા ભાણમેર ગામેથી પોલીસે રિક્ષામાંથી બાતમીના આધારે વિદેશી દારૂની ર૬૭ બોટલ જેની કિંમત રૂ.૩૧,પર૭/- તેમાં રિક્ષા રૂ.૧ લાખની કિંમત રકમ ઉમેરી કુલ ૧,૩૧,પર૭/-નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ જપ્ત કર્યો હતો.
પોલીસે રોનક ઉમેશભાઈ પરમાર (રહે. અમદાવાદ) સહિત ૩ જણા સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જયારે મોડાસા તાલુકાના સરડોઈ ગામના સીમાડામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાના લીધે દેશી દારૂની પોટલી સાથે રોડથી લથડિયા ખાતો દારૂડિયાને જોઈ ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. અરવલ્લી જિલ્લા પોલીસે દારૂ પીધેલા ૧૭ શખ્સોને વિવિધ તાલુકાના સ્થળોથી ઝડપ્યા હતા.
