Western Times News

Gujarati News

“કપડાં ન ફાડો, મેં કોઈને માર્યા નથી, મને જવા દો.”: મહિલા કોન્સ્ટેબલ

મહિલા કોન્સ્ટેબલના કપડાં ફાડ્યા, અર્ધનગ્ન કરી વીડિયો બનાવ્યો-કોલસાની ખાણના પ્રોજેક્ટ વિરુદ્ધ લોકોનું પ્રદર્શન હિંસક બન્યુંઃ મહિલા કોન્સ્ટેબલ ભીડ વચ્ચે એકલી પડી ગઈ હતી

રાયગઢ,  છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં ખાણકામ વિરોધી પ્રદર્શન દરમિયાન ફરજ પરના એક મહિલા કોન્સ્ટેબલ સાથે અત્યંત અમાનવીય વ્યવહારની ઘટના સામે આવી છે. આ હુમલાનો એક વિચલિત કરી દેનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં બે પુરુષોની ધરપકડ કરી છે.

Violent protests against a coal mining project in Raigarh, Chhattisgarh, injured at least eight, including police personnel.

આ ઘટના ૨૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ તમનાર બ્લોકમાં બની હતી, જ્યારે કોલસાની ખાણના પ્રોજેક્ટ વિરુદ્ધ ૧૪ ગામોના લોકોનું પ્રદર્શન હિંસક બન્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા કોન્સ્ટેબલ એક ખેતરમાં ભીડ વચ્ચે એકલી પડી ગઈ હતી.

બે નરાધમો તેના કપડાં ખેંચી રહ્યા હતા અને તે હાથ જોડીને રડતી રડતી દયાની ભીખ માંગી રહી હતી. તે વારંવાર કહી રહી હતી કે, “ભાઈ, કપડાં ન ફાડો, મેં કોઈને માર્યા નથી, મને જવા દો.” એક આરોપીએ ચપ્પલ બતાવીને તેને ધમકાવી હતી, જ્યારે બીજો આ આખી ઘટનાનો વીડિયો ઉતારતો હતો.

બિલાસપુર રેન્જના આઈજી સંજીવ શુક્લાએ શુક્રવારે (૩ જાન્યુઆરી, ૨૦૨૬) જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ સ્થાનિક રહેવાસીઓ છે. તેમની સામે છેડતી, હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડિજિટલ પુરાવાઓને આધારે અન્ય આરોપીઓની પણ ઓળખ કરવામાં આવી રહી છે.

ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસે આ વીડિયો શેર કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે જો મહિલા પોલીસ અધિકારીઓ જ સુરક્ષિત નથી, તો સામાન્ય નાગરિકોનું શું થશે? પ્રદેશ કોંગ્રેસના નેતા સુશીલ આનંદ શુક્લાએ આ ઘટનાને અત્યંત ભયાનક અને શરમજનક ગણાવી હતી.

સ્થાનિક ગ્રામજનો જિંદાલ પાવર લિમિટેડને ફાળવવામાં આવેલા ગારે પેલમા સેક્ટર-ૈં કોલ બ્લોકનો વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોને ડર છે કે ખાણકામથી તેમની આજીવિકા છીનવાઈ જશે અને તેમને વિસ્થાપિત થવું પડશે. ગત સપ્તાહે જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે હિંસા ફાટી નીકળી હતી,

જેમાં ભીડે પોલીસની બસ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો સળગાવી દીધા હતા. આ હિંસક અથડામણમાં તમનાર પોલીસ સ્ટેશનના એસએચઓ કમલા પુસામ પણ ઘાયલ થયા હતા. પરિસ્થિતિ વણસતા પ્રશાસને હાલમાં આ પ્રોજેક્ટ માટેની જાહેર સુનાવણી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.