Western Times News

Gujarati News

વર્ષ 2025 દરમિયાન અનાવશ્યક એલાર્મ ચેન પુલિંગના કેસોમાં કુલ ₹ 5,65,100 નો દંડ વસૂલવામાં આવ્યો

વર્ષ 2025 દરમિયાન અમદાવાદ મંડળમાં કુલ 2047 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાયી છે અને 1855 મામલાના કેસ નોંધવામાં આવ્યા.

રેલવે અધિનિયમ 1989ની કલમ 141 હેઠળ 1813 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું રેલવે સુરક્ષા બળ (RPF) મુસાફરોની સુરક્ષા, રેલવે સંપત્તિની રક્ષા અને સ્ટેશનો પર સુરક્ષિત વાતાવરણ જાળવવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરી રહ્યું છે. સાથે જ વર્ષ 2025 દરમિયાન એલાર્મ ચેન પુલિંગ (ACP)ની ઘટનાઓ પર કડક નજર રાખીને પ્રશંસનીય કાર્ય કર્યું છે.

મુસાફરોની સુરક્ષા, ટ્રેનોની સમયપાલનતા તથા નિર્વિઘ્ન રેલવે સંચાલન સુનિશ્ચિત કરવા માટે RPF દ્વારા સતત સતર્કતા, ત્વરિત કાર્યવાહી અને અસરકારક સમન્વયના પરિણામે એલાર્મ ચેન પુલિંગ (ACP)ના કેસોમાં નોંધપાત્ર નિયંત્રણ સ્થાપિત કરવામાં આવ્યું છે.

01 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન અમદાવાદ મંડળમાં કુલ 2047 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ હતી. તેમાંમાંથી 1855 મામલાના કેસ નોંધવામાં આવ્યા, જ્યારે બાકી કેસોમાં પ્રાથમિક તપાસ બાદ કાનૂની કારણોસર કેસ નોંધવામાં આવ્યા નહોતા. RPF દ્વારા 1813 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ ₹5,65,100 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

મંડળ રેલ પ્રબંધક, અમદાવાદના જણાવ્યા અનુસાર 1142 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ સ્ટેશનો પર તથા 905 ઘટનાઓ સેક્શનોમાં નોંધાઈ હતી. સ્ટેશનો પર નોંધાયેલા 1142 કેસોમાંથી 1031 મામલાના કેસ નોંધવામાં આવ્યા, જ્યારે સેક્શનોમાં નોંધાયેલા 905 કેસોમાંથી 812 કેસોમાં વિધિવત કાર્યવાહી કરવામાં આવી. દિવસના વિવિધ સમયગાળામાં એલાર્મ ચેન પુલિંગ (ACP)ની ઘટનાઓનું વિશ્લેષણ કરીને RPF દ્વારા સંવેદનશીલ સમયગાળાઓ દરમિયાન વિશેષ નજર અને પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી.

સ્ટેશનોમાં એલાર્મ ચેન પુલિંગની દૃષ્ટિએ અમદાવાદ (450), સાબરમતી (189), મણિનગર (50), મહેસાણા (92), વિરામગામ (42) અને ગાંધીધામ (38) મુખ્યત્વે પ્રભાવિત રહ્યા. જ્યારે સેક્શન સ્તરે ગેરતપુરઅમદાવાદ (142), અમદાવાદવિરામગામ (122), ઊંઝાપાલનપુર (71), ઝુંડસમાખ્યાલી (63) તેમજ સમાખ્યાલીભુજ (68) અને અમદાવાદસાબરમતી (49) સેક્શનોમાં વધુ એલાર્મ ચેન પુલિંગ (ACP)ની ઘટનાઓ નોંધાઈ હતી, જ્યાં RPF દ્વારા વધારાની દેખરેખ અને ત્વરિત કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી હતી.

એલાર્મ ચેન પુલિંગના મુખ્ય કારણોમાં મુસાફર દ્વારા ખોટી ટ્રેન અથવા કોચમાં ચઢી જવું, મુસાફરનું સામાન છૂટી જવું તથા સાથી મુસાફર છૂટી જવો વગેરેનો સમાવેશ થાય છે. આ કારણોને ધ્યાનમાં રાખીને RPF દ્વારા મુસાફરોને જાગૃત કરવા માટે સતત અભિયાન ચલાવવામાં આવ્યા અને રેલવે સ્ટાફ સાથેનો સમન્વય વધારવામાં આવ્યો

આ ઉપરાંત આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, અલા હઝરત એક્સપ્રેસ, અરાવલી એક્સપ્રેસ અને લોકશક્તિ એક્સપ્રેસ જેવી કેટલીક ટ્રેનોમાં એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ તુલનાત્મક રીતે વધુ નોંધાઈ હતી, જેના પર RPF દ્વારા વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

રેલ પ્રશાસન અને RPF મુસાફરોને અપીલ કરે છે કે એલાર્મ ચેનનો ઉપયોગ માત્ર આપાતકાળીન પરિસ્થિતિમાં કરો. અનાવશ્યક એલાર્મ ચેન પુલિંગથી ટ્રેન સંચાલનમાં વિક્ષેપ ઊભો થાય છે તેમજ અન્ય મુસાફરોની સુરક્ષા અને સુવિધા પર પણ અસર પડે છે. અમદાવાદ મંડળ RPF સુરક્ષિત, સંરક્ષિત અને સમયબદ્ધ રેલવે સંચાલન માટે ભવિષ્યમાં પણ આ જ પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરતું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.