માદુરોની ધરપકડ બાદ વાઇસ પ્રેસિડેન્ટ ડેલ્સી રોડ્રિગ્ઝ વેનેઝુએલાની કમાન સંભાળશે
ટ્રમ્પે કહ્યું છે કે, ‘જો ડેલ્સી રોડ્રિગ્ઝ તે નહીં કરે જે અમેરિકા વેનેઝુએલા માટે યોગ્ય માને છે, તો તેમની હાલત માદુરો કરતાં પણ વધુ ખરાબ થઈ શકે છે.’
(એજન્સી)કોલંબિયા, વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અને પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ દેશમાં ગંભીર રાજકીય સંકટ ઉભું થયું છે. અમેરિકાના સેના પ્રમુખ માદુરો અને તેમના પત્નીને કારાકાસથી ન્યૂયોર્ક લઈ ગઈ છે, જેના પછી સૌથી મોટો સવાલ એ ઉભો થયો હતો કે વેનેઝુએલાની સત્તા હવે કોણ સંભાળશે?
In Venezuela, they announced the unknown whereabouts of Maduro: power passes to Delsi Rodriguez
આ સંકટનો ઉકેલ વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે શોધી કાઢ્યો છે.વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે દેશમાં સર્જાયેલી અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપપ્રમુખને વચગાળાના પ્રમુખ બનાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય અનુસાર, દેશમાં પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી, ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ સત્તા સંભાળશે.
પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દેશમાં વહીવટી સાતત્ય અને રાષ્ટ્રની વ્યાપક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ વેનેઝુએલાના બોલિવેરિયન ગણરાજ્યના પ્રમુખનું પદ સંભાળશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, ‘જો ડેલ્સી રોડ્રિગ્ઝ તે નહીં કરે જે અમેરિકા વેનેઝુએલા માટે યોગ્ય માને છે, તો તેમની હાલત માદુરો કરતાં પણ વધુ ખરાબ થઈ શકે છે.’
ટ્રમ્પે ધ એટલાન્ટિક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે. એક દિવસ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ રોડ્રિગ્ઝ સાથે વાત કરી છે. તેઓ વેનેઝુએલામાં લોકોનું જીવનધોરણ સુધારવા માટે અમેરિકાની અપેક્ષાઓ પર કામ કરવા તૈયાર છે.
ન્યૂ યોર્ક પોસ્ટને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે જો રોડ્રિગ્ઝ અમેરિકાની વાત માની લે છે તો વેનેઝુએલામાં અમેરિકી સેના તૈનાત કરવાની જરૂર નહીં પડે. બીજી તરફ, રોડ્રિગ્ઝે માદુરોને સત્તા પરથી હટાવવાની ટીકા કરી છે. સાથે જ અમેરિકા પાસેથી માદુરોને પાછા મોકલવાની માંગ કરી છે.
વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવાનો આદેશ આપ્યો છે. બ્લૂમબર્ગ અનુસાર, સુપ્રીમ કોર્ટે ડેલ્સી રોડ્રિગ્ઝને તાત્કાલિક રાષ્ટ્રપતિના તમામ અધિકારો સાથે કાર્યકારી ધોરણે કાર્યભાર સંભાળવા જણાવ્યું છે.
