Western Times News

Gujarati News

કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી

અમદાવાદ: ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલ “ધોધા-દહેદ રો-રો ફેરી સર્વિસ” લોકોમાં ખૂબ જ લોકપ્રિય સેવા બની છે તથા લોકોની હાલાકી દૂર કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.

પરંતુ ગતવર્ષે થયેલ અતિભારે વરસાદને કારણે દહેજ બાજુની ચેનલમાં ખૂબ જ મોટી માત્રામાં સિલ્ટેશન થઇ ગયું છે. જેથી થોડા સમયથી આ ફેરી સર્વિસ બંધ પડી છે. આ ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના શીપીંગ મંત્રાલય પાસે ટેકનીકલ સહાયતા માટે માંગ કરવામાં આવી છે.

આ અંતર્ત કેન્દ્ર સરકારના શીપીંગ મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત સરકારના શીપીંગ મંત્રાલયના સચિવ, અધિક સચિવ, સંયુક્ત સચિવ, સી.ઈ.ઓ-ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફેરી પાર્ટનર, વિગેરે હાજર રહ્યા હતા.

આ બેઠકમાં ધોધા-દહેજ રો-રો ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા અંગે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ફેરી પુનઃ ચાલુ કરવા ભારત સરકારના અધિક સચિવના અધ્યક્ષ પદે ‘એમ્પાવર્ડ ગૃપ’ની રચના કરવાનો નિર્ણય કર્યાે છે. આ એમ્પાવર્ડ ગૃપમાં ભારત સરકારના અધિકારીઓ ઉપરાંત ગુજરાત સરકારના અધિકારીઓ તથા વિવિધ ટેકનીકલ એક્ષ્પટર્સ રહેશે. આ એમ્પાવર્ડ ગૃપ આગામી થોડા દિવસોમાં ટેકનીકલ ચર્ચા-વિચારણા કરીને રો-રો ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા ટેકનીકલ સોલ્યુશન સાથે ભલામણ કરશે.

આ બેઠકમાં ઘણાં હકારાત્મક પાસા પર ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં ફેરી સેવા નિયમિત રીતે ચાલતી રહે તેવા વિકલ્પ સાથે રો-રો ફેરી સર્વિસ પુનઃ સ્થતાપિત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.