આસામમાં ભૂકંપઃ મોરીગાંવમાં ૫.૧ની તીવ્રતાના આંચકો આવ્યો
મોરીગાંવ, આસામના મોરીગાંવ જિલ્લામાં સોમવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૧ નોંધાઈ હતી. સવારે લગભગ ૪ઃ૧૭ વાગ્યે આવેલા આ ભૂકંપના આંચકાને કારણે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર? નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના મોરીગાંવમાં જ હતું. તેનું અક્ષાંશ ૨૬.૩૭ ડિગ્રી ઉત્તર અને રેખાંશ ૯૨.૨૯ ડિગ્રી પૂર્વ નોંધવામાં આવ્યું છે.
ભૂકંપની ઊંડાઈ જમીનથી લગભગ ૫૦ કિલોમીટર નીચે હોવાનું જણાવાયું છે.ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર ખુલ્લામાં આવી ગયા હતા. જોકે, રાહતની વાત એ છે કે હાલમાં કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા તથા કોઈપણ પ્રકારની અફવાઓથી બચવા માટે અપીલ કરી છે.SS1MS
