વિજય દેવરકોંડાની ફિલ્મ ‘કિંગડમ ૨’ પડતી મુકાઈ
મુંબઈ, એક તરફ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની અફવાઓ અને ચર્ચાઓમાં રોજ કશુંક નવું આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ તેના કૅરિઅરની સૌથી મહત્વની ફિલ્મ મનાતી કિંગડમની સિક્વલ હવે પડતી મુકાઈ છે. આ અંગે ફિલ્મના પ્રોડ્યુસર નાગા વમાસીએ જાહેરાત કરી દીધી છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આ અંગે વાત કરવાનો કે કારણ આપવાનો પણ તેમણે ઇનકાર કરી દીધો હતો. ફિલ્મની સિક્વલ અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં નાગા વામસીએ જણાવ્યું હતું, “ના, હવે અમે એ નથી બનાવવાના. શું થયું અને કેમ ન ચાલી એ અંગે ચર્ચા કરવાનો હવે કોઈ અર્થ જ નથી કારણ કે તેનાથી ગૌતમને ખરાબ લાગશે. હવે એમાં કશું થઈ શકે તેમ નથી. હું ડિરેક્ટર ગૌતમ સાથે ફરી ચોક્કસ કામ કરીશ પરંતુ હાલ તે કોઈ અલગ પ્રકારની ફિલ્મના કામમાં વ્યસ્ત છે.”
ગયા જુલાઇ મહિનામાં વિજય દેવરકોંડાની કિંગડમ રિલીઝ થઈ હતી, એ વખતે વિજયને તેની મંદ પડેલી કૅરિઅરમાં કોઈ એક હિટ ફિલ્મની તાતી જરૂર હતી. ૨૦૨૨માં તેની લિંગર રિલીઝ થઈ ત્યારથી તેની એક પછી એક ફિલ્મ નિષ્ફળ જઈ રહી હતી.
તેથી આ ફિલ્મની હાઇપ અને માર્કેટિંગ પછી પણ ફિલ્મ વર્લ્ડવાઇડ માત્ર ૮૨ કરડની જ કમાણી કરી શકી. આ ફિલ્મમાં વિજય દેવરકોંડાની સાથે સત્યદેવ, વેંકટેશ અને ભાગ્યશ્રી બોર્સે જેવા કલાકારો હતાં. જેમાં વિજય સુરીના રોલમાં હતો, એક કોન્સ્ટેબલ જે જાસુસ બનીને એક ગેંગને ખુલી પાડવા શ્રીલંકા પહોંચે છે. આ ફિલ્મને સિક્વલની આશાએ લટકતા અંત સાથે છોડી દેવાઈ હતી.SS1MS
