ગુજરાત બાર કાઉન્સીલની ચુંટણીની જાહેરાતઃ ૬ માર્ચે મતદાન
આ વર્ષે રાજકોટ, સુરતના વકીલો પણ ઉમેદવારી નોંધાવશે તેવી ચર્ચા -સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે ૩૦% બેઠકો મહિલાઓ માટે અનામત રખાઈ
(એજન્સી)અમદાવાદ, સ્ટેટ બાર કાઉન્સલની દર પાંચ વર્ષે યોજાતી ચુંટણી આ વર્ષે ૬ માર્ચે યોજાશે. પરંતુ અત્યારની જ ઉમેદવારી નોધાયેલા વકીલો દ્વારા ત્તૈયારી શરૂ કરી દેવાઈ છે. રાજયના વકીલોની સર્વોચ્ચ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીનું સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે. આ વખતે કુલ રપ માંતી ર૩ બેઠકો માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને અધારે આ વખતે મહીલા પ્રતીનીધીત્વ પર વિશેષ ભાર મુકાયો છે. કુલ બેઠકોના ૩૦% મહિલાઓ માટે અનામત રખાઈ છે. જેમાંથી ર૦% બેઠકો ચુંટણી દ્વારા અને ૧૦% કો-ઓપ્શન દ્વારા ભરવામાં આવશે. એટલે કે કુલ ર૩ બેઠકોમાંથી પ બેઠકો પર મહીલા સભ્યોચુંટાશે.
ઈલેકશનમાં ઉમેદવારી નોધાવા માટે ઓછામાં ઓછા દસ વર્ષની અનુભવ હોવો જરૂરી છે. ર૩માંથી ૧૩ બેઠકો એવા વકીલો માટે છે. જેઓ સ્ટેટ રોલ પર ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા હોય કુલ રપ બેઠકોમાં બે બેઠક રીઝર્વે હોય છે. જયારે પાંચ બેઠકો મહીલા ઉમેદવારો માટે રીઝર્વ કરાઈ છે. એક ફેબ્રુ. થીફોર્મ ભરાવવાનું શરૂ થશે. ઉમેદવારી નોધાવા માટે ઉમેદવારોએ ફોર્મ ફી ૩૦૦ જયારે ડીપોઝીટ પેટે દોઢ લાખ રૂ. ભરવા પડશે જે નોન રીફડેબલ હોય છે.
આ વર્ષની ચુંટણી સૌથી રસાકસી ભરેલી રહેવાની છે. વાત એવી પણ ચાલી રહી છે. કે વર્ષોથી ચાલતી લોબીને બદલથી જરૂર છે. સતત એક જ લાંબી ચાલતી હોવાથી વકીલોના હીત માટેના કાર્યોમાં વિલંબ થાય છે.વિરોધ પણ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. દર વર્ષે અમદાવાદના અને વડોદરાના વકીલો જ ઉમેદવારોથી મોટા ભાગે નોધાવે છે. પરંતુ આ વર્ષે સુરત, રાજકોટમાંથી પણ મોટી સંખ્યામાં ઉમેદવારી નોધાશે તેવી ચર્ચા છે.
