આપણે પણ અક્ષય ખન્નાની જેમ ૬ વર્ષ સુધી ઘરે બેસવું જોઈએ
મુંબઈ, નેહા ધુપિયાને તેની પરફેક્ટ ફેમિલી અને સિંગલ પાપા સિરીઝને કારણે તાજેતરમાં ઘણી પ્રશંસા મળી રહી છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે ફિલ્મી દુનિયાની અનિશ્ચતતાઓ અંગે વાત કરી હતી, તેણે કહ્યું કે સારું કામ કરવાથી પણ સતત કામ મળતું રહેશે, તેની કોઈ ગેરંટી હોતી નથી.
તેણે કહ્યું કે ત્રણથી ચાર વર્ષ કામ વિના બેસી રહેવાથી તેને પણ એંક્ઝાઇટી વધી જાય છે.નેહાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “હું જ્યારે કામ ન કરતી હોય ત્યારે મને પણ એંક્ઝિટી થાય છે. ઇન્ડસ્ટ્રીમાં ૨૦ વર્ષ વિતાવ્યા પછી પણ હું અંધારામાં ઓશિકામાં માથું નાખીને રડતી હોઉં છું.
હજુ ત્રણ દિવસ પહેલાં જ એવું થયું હતું. મારા પોતાનાં પણ કારણો હોઈ શકે છે, કઈ સાંભળે છે કે નહીં, ખબર નહીં. મને આ કામ અને ફિલ્મો ગમે છે, તેથી મારે રોદણાં રડવાની કોઈ ઇચ્છા નથી. મને લાગે છે કે એ મને નિઃરાશ તો નહીં કરે.”
નેહાએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાંથી તમને હંમેશા મજબુત રહેવાની સલાહ મળે છે, પરંતુ વારંવાર કામ ન મળે તો તમે અકળાઈ જાઓ છો. નેહાએ કહ્યું, “આ સ્થિતિ કપરી થઈ જાય છે. લોકો કહે છે કે તમારે જાડી ચામડીનું થવું પડશે, પરંતુ બધું જ અસર કરે છે. ખાસ તો જો બાબતની સૌથી વધુ અસર થાય છે -તમે નવરા બેઠાં છો અને બીજાં બધાં જ કામ કરે છે.
તમે જીવન એમ જ પસાર થતું જુઓ છો. મારામાં અને નવોદિતોમાં એ જ ફરક છે મને ખબર છે કે આ સમયનો સામનો કઈ રીતે કરવાનો, હું પણ ઘણી વખત અકળાઈ જઉં છું.”નેહાએ આગળ જણાવ્યું, “૩-૪ વર્ષ સુધી જ્યારે કોઈ કામ ન મળે તો હું થાકી જઉં છું, પરંતુ ભગવાનની દયાથી હું ક્યારેય કામ વગર બેસી રહી નથી કારણ કે હું એકસાથે ઘણા કામ કરું છું. આ થકવી દે એવું છતાં ઘણા સારા પરિણામ આપતું કામ છે.
કશુંક તો ચાલતું રહેવું જોઇએ. જો મને છેલ્લા બે પ્રોજેક્ટના આધારે આગળ કામ ન મળે તો એનો કોઈ મતલબ નથી. કામથી બીજું સારુ કામ મળે છે, ખબર નહીં, ક્યારેક મળતું હશે..પછી તમારી સામે અક્ષય ખન્ના જેવા ઉદાહરણ આવી જાય છે અને વિચાર આવે છે, આપણે પણ છ વર્ષ ઘેર બેસી જઈએ. માત્ર એ આશામાં કે એક કામથી બીજું કામ મળશે.”SS1MS
