રણવીર સિંહે બોકસ ઓફિસ સફળતામાં રણબીર અને રિતિકને પાછળ છોડ્યા
મુંબઈ, અંધાધૂંધ કમાણીથી ધુરંધર રણવીર સિંહના કૅરિઅરની સૌથી સફળ ફિલ્મ તો બની જ છે, સાથે જ થોડાં નિષ્ફળતાના વર્ષાે પછી ફરી એક વખત તે સફળ કલાકારોની યાદીમાં પણ આવી ગયો છે. આ ફિલ્મ તેની કૅરિઅરની એટલી મોટી ફિલ્મ બની ગઈ છે કે તે ફરી એક વખત સુપરસ્ટાર ગણાવા લાગ્યો છે.
આ ફિલ્મની સફળતાથી રણવીરે તેના સ્પર્ધક સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે. ધુરંધરની સફળતાથી રણવીરની કમાણી બોક્સ ઓફિસ પર ૪૦૦૦ કરોડે પહોંચી ગઈ છે, તેનાથી રિતિક રોશન અને રનવીર કપૂર પણ પાછળ રહી ગયા છે. ધુરંધર રણવીરની લીડ હિરો તરીકે ૧૭મી ફિલ્મ છે અને વર્લ્ડવાઇડ ૧૦૦૦ કરોડની કમાણી કરનારી તેની પહેલી ફિલ્મ છે.
તેનાથી રણવીરની બધી જ ફિલ્મની કુલ કમાણી બોક્સ ઓફિસ પર ૪૨૦૦ કરોડથી પણ આગળ પહોંચી ગઈ છે. ૪૦૦૦ કરોડની કમાણીથી આગળ વધનાર રણવીર ઇન્ડસ્ટ્રીનો છઠ્ઠો એક્ટર બની ગયો છે.
આ પહેલાં સલમાન, શાહરુખ, આમિર ઉપરાંત અક્ષય કુમાર અને રનબીર કપૂર કમાણીમાં આ આંકડા પર પહોંચી ગયા છે. રણવીરની આ કમાણી અજય દેવગન અને રિતિક રોશનની કમાણીથી પણ વધી ગઈ છે, જે હજુ ૩૫૦૦ કરોડ સુધી જ પહોંચી શકી છે. રણવીરના અલગ અલગ ફિલ્મમાં દેખાવ સાથે તે તેની સાથેના હિરો કરતા સૌથી વધુ સાતત્યપૂર્ણ રીતે કામ કરતો રહ્યો છે. તેની ૧૭ ફિલ્મમાંથી ૯ ફિલ્મે ૧૦૦ કરોડની કમાણી કરી હતી તેમજ ૧૧ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. જેમાં ધુરંધર, પદ્માવત, બાજીરાવ મસ્તાની, દિલ ધડકને દો તેમજ લેડીઝ વર્સીસ રિકી બહેલનો સમાવેશ થાય છે.
રણવીર અને રનબીરની ઘણી વખત સરખામણી થતી રહી છે સાથે જ સ્ટાર પાવરની દૃષ્ટિએ બંનેને સ્પર્ધક પણ માનવામાં આવે છે. ધુરંધરની સફળતા સાથે માત્ર બોક્સ ઓફિસ બાબતે રણવીર બધાથી આગળ નીકળી ગયો છે.
રણવીરની ૪૨૦૦નીકમાણી હવે રનબીરની ૪૦૦૦ કરોડની કમાણીથી આગળ નીકળી ગઈ છે, જે સ્થાન તેણે એનિમલની સફળતાથી મેળવ્યું હતું. આગળ પણ રનબીરની રામાયણ અને લવ એન્ડ વોર આવી રહી છે, જેનાથી તે રણવીરને ફરી પાછળ છોડી શકે છે. તો તેના પછી રનવીરની ધુરંધર ૨ આવશે તો ફરી તે રણબીરને પાછળ રાખી શકે છે.
રિતિક ૩૮૬૦ની કમાણી સાથે આ બંનેથી થોડો પાછળ ચાલી રહ્યો છે.રણવીર અને રનબીર સાથે તેમનાથી જુનિયર છતાં પોતાનું એક સ્થાન બનાવી ચુકેલો વિકી કૌશલ આ કમાણીના આંકડાથી થોડો જ દુર રહ્યો છે. તેણે લીડ એક્ટર તરીકે દસ ફિલ્મમાં કામ કર્યું છે. તેની કુલ વર્લ્ડવાઇડ કમાણી ૧૮૦૧ કરોડે પહોંચી છે.
તેની સૌથી વધુ મહત્વની વાત એ છે કે વિકીની છેલ્લી ચાર ફિલ્મો છાવા, બેડ ન્યુઝ, સેમ બહાદુર અને ઝરા હટરે ઝરા બચકે – બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી પાર કરી ગઈ હતી.હજુ રણવીર આ કમાણીના આંકડામાં આ જ વર્ષમાં ધુરંધર ૨ની સફળતા પછી ૫૦૦૦ કરોડની કમાણીને પાર કરી લેશે એવી શક્યતા ચે. તેના પછી તેની પ્રલય પણ આવી રહી છે, આ ફિલ્મથી પણ તેને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવવાની ઘણી આશા છે.
લગભગ ત્રણ દાયકાથી સલમાન, શાહરુખ, આમિર અને અક્ષયે બોકસ ઓફિસ પર આધિપત્ય ભોગવ્યું છે, જે લોકોની વર્લ્ડવાઈડ કમાણી ૭૦૦૦ કરોડ રહી છે. જોકે, આ યાદીમાં શાહરુખ ૯૦૦૦ કરોડની કમાણી સાથે સૌથી ટોચ પર છે. ત્યાં સુધી પહોંચવામાં રણવીરને સમય લાગી જાય એવું છે.SS1MS
