“પારસમણિ લોખંડને સોનું બનાવી દે એમ રામકથાનો ભાવ કથાવસ્તુ એના સંસ્કાર વિચારો સ્પર્શ કરે એનું જીવન બદલાઈ જાય”
આનંદપુરાકંપામાં રામકથામાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટ્યો
પ્રતિનિધિ.મોડાસા, મોડાસા પાસે આનંદપુરા કંપામાં પૂ કથાકાર પ પૂ સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામિ જનાર્દન હરિજી મહારાજના વ્યાસપીઠે રામચરિત માનસનો કથાનો કથા રસપાન માટે શ્રોતોઓનો મહેરામણ આજે પાંચમા દિવસની કથામાં પણ જાણે મિનિ કુંભ ભરાયો હોય એમ ખીચોખીચ મંડપ ભરાઈ ગયો હતો જ્યાં નજર નાખીએ ત્યાં ભાવિકો તસુ જગ્યા રહી ન હતી એટલું જ નહીં પણ મંડપના પડદા પણ ખોલી દેવા પડ્યા હતા એને શ્રોતાઓમાં કથા રસપાન ની જિજ્ઞાસાની આજે પરાકાષ્ઠા વટાવી રહી હતી.
પૂ સ્વામિ જનાર્દન હરિજી મહારાજે કથારસપાન કરાવતા કહ્યું કે પારસમણિ લોખંડને સોનું બનાવી દે એમ રામકથાનો ભાવ કથાવસ્તુ એના સંસ્કાર વિચારો સ્પર્શ કરે એનું જીવન બદલાઈ જાય .ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પ્રભુની કથા જ આ કરી શકે ..
આપણાં બાળકોને બચપણથી જ સંસ્કાર આપીએ,ઘડતર કરીએ, ધર્મની વાતો અને નાની કથાઓ બાળકના કાને પડવા દો જુઓ એનામાં એના સંસ્કાર મળ્યા વિના નહીં રહે..
ગુરુવારે સવારે વિવિધ ઉદાહરણો સાથે કથામાં પૂ સ્વામિ જનાર્દન હરિજી મહારાજે કથરસ પાન કરાવ્યું હતું અનેક નામમાં આપ એક જ છો પ્રભુ આ ભાવ સાથે એક થઈને નેક થઈને જીવીએ.. આ ભાવ જગાડો.! રામકથા જ આપણને એક થવાનું શીખવે છે પંથ ભલે ભિન્ન ભિન્ન હોય પણ આપણે હિન્દુ બધા એક છીએ.
રામકથા જોડવાની કથા છે એક થઈ સંપ અને ત્યાગ સહિષ્ણુતા અને ભાવ પ્રેમની કથા છે આપણો પ્રેમ ભાવવાહી મજબૂત હોવો જોઈએ. અગત્સય મુનિજી એ પણ રામ નામનો મહિમાને વિસ્તૃત સમજાવ્યો છે ભગવાન શ્રી રામજી દંડકારણ્ય વનમાં પ્રવશ્યા છે ત્યાં સુધીની સવારની કથા ગાન કર્યું..!
જેમાં પૂજ્ય મહારાજે શૂર્પણખાનો પ્રસંગ ખૂબ સુંદર રીતે વર્ણવ્યો હતો ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસના અરણ્યકાંડના ૨૦મા દોહાની ત્રીજી, ચોથી અને પાંચમી ચોપાઈમાં શૂર્પણખાનો રોષ વ્યક્ત કર્યો છે.શૂર્પણખા અને લક્ષ્મજીએ દોરેલી લક્ષ્મણ રેખા આ બંને પ્રસંગને વેશભૂષા સાથે અદ્ભુત હૂબહૂ રાજી કરાયો ત્યારે કથા મંડપમાં તાળીઓના ગડગડાટ પ્રસંગને આવકાર્યો હતો આ કથા સીતાજી હરણ સુધી સવારની કથાએ વિરામ લીધો હતો.
પૂજ્ય સ્વામિ જનાર્દન હરિજી મહારાજ દ્વારા અનેક પ્રસંગોનું અત્યંત હૃદયસ્પર્શી અને ભાવવિભોર વર્ણન કરવામાં આવ્યું હતું, જેને સાંભળી શ્રોતાઓ ભક્તિરસમાં લીન થઈ ગયા હતા
આનદપુરા કંપાના કથાયોજક મગનભાઈ કરમશીભાઈ પોકાર, ગંગાબેન મગનભાઈ પોકાર અને એમના પુત્રો પ્રવીણભાઈ,નવીનભાઈ અને અરવિંદભાઈ તેમજ સમગ્ર પોકાર પરિવાર દ્વાર આયોજિત આ રામચરિત મનની કથામાં સૌ ગ્રામજનોનો સહિત સૌનો સાથ સહયોગ મળી રહ્યો છે કથામાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન મૃદુ અને મધુર વાણીમાં આગવી શૈલીથી રમેશભાઈ વી ચૌધરી કરી રહ્યા છે
