કેટરિના અને વિકી કૌશલે દિકરાનું નામ જાહેર કર્યું
મુંબઈ, સપ્ટેમ્બર ૨૦૨૫માં એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફે જાહેર કર્યું હતું કે તેમને ત્યાં પહેલું બાળક આવવાનું છે. આ સારા સમાચાર સાથે તેમણે એક પોલરોઈડ ફોટો પણ શેર કર્યાે હતો, સાથે વિકી કેટરિનાના બૅબી બમ્પ સાથે પોઝ આપતો પણ દેખાયો હતો. ત્યાર પછી ૭ નવેમ્બરે તેમનાં પહેલાં બાળકનો જન્મ થયો હતો. તેમને ત્યાં દિકરાનો જન્મ થયો હતો, જેનું નામ આ દંપતિએ બુધવારે જાહેર કર્યું હતું.
તેમનો દિકરો બે મહિનાનો થતાં વિકી અને કેટરિનાએ સોશિયલ મીડિયા પોસ્ટથી દિકરાનું નામ જાહેર કરીને તેનો દુનિયાને પરિચય આપ્યો છે. તેમણે બાળકનું નામ વિહાન પાડ્યું છે અને આ નામનો વિકીની ફિલ્મ ઉરી સાથે પણ સંબંધ છે.વિકી કૌશલ અને કેટરિના કૈફે તેમના પહેલાં દિકરાનું નામ વિહાન કૌશલ પાડ્યું છે. તેમણે પોતાના દિકરાનો પરિચય આપતા સોશિયલ મીડિયા પર લખ્યું, “અમારા પ્રકાશનું કિરણ વિહાન કૌશલ. પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો છે.
જીવન સુંદર છે. અમારું જીવન અચાનક બદલાઈ ગયું છે. અમારી પાસે આભાર વ્યક્ત કરવા શબ્દ નથી.”૨૦૧૯માં આવેલી વિકી કૌશલની ફિલ્મ ઉરીઃધ સર્જિકલ સ્ટ્રાઇકમાં તેનું નામ વિહાન હતું- બહાદુર મેજર વિહાન સિંઘ શેરગિલ. આ કેટલું પર્ફેક્ટ છે.
આ પોસ્ટમાં વિકી અને કેટરિનાએ તેમના દિકરાનો ચહેરો જાહેર કર્યાે નથી. પરંતુ તેમણે તેમના ફેમિલી હાથનો એક ફોટો શેર કર્યાે છે, જેમાં કેટરિના અને વિકીના હાથમાં વિહાનનો હાથ દેખાય છે. તેમની આ પોસ્ટ પર રિતિક રોશન, પરિનીતિ ચોપરા સહિત ઘણા સેલેબ્ઝે કમેન્ટ્સ કરી હતી. તેમજ તેમના ફૅન્સે પણ શુભેચ્છાઓ આપીને ખુશી વ્યક્ત કરી હતી.SS1MS
