LG એ AI DD 2.0 ટેકનોલોજી સાથે વોશિંગ મશીનોની નવી રેન્જ લોન્ચ કરી
નવી દિલ્હી, 9 ડિસેમ્બર, 2025: LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આજે પ્રીમિયમ ડિઝાઈન અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે વોશિંગ મશીનોની નવી લાઇન-અપ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી શ્રેણીમાં વોશર ડ્રાયર, ફ્રન્ટ લોડ અને ટોપ લોડ વોશિંગ મશીનોના 10 મોડલ્સનો સમાવેશ થાય છે, જે કપડાની શ્રેષ્ઠ કાળજી અને આધુનિક સુવિધા માટે ‘એડવાન્સ AI’ થી સજ્જ છે. ભારતીય પરિવારોની રોજિંદી લોન્ડ્રીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ રેન્જમાં ઈનોવેશન અને ડિઝાઈનનું સુંદર મિશ્રણ કરવામાં આવ્યું છે.
નવી રેન્જનું કેમ્પેઈન સ્લોગન “AI Detection. Washing Perfection.” છે, જે દર્શાવે છે કે કેવી રીતે AIDD 2.0 ટેકનોલોજી કપડાના પ્રકાર અને તેની જરૂરિયાતને ચોકસાઈથી ઓળખીને ઓછા પ્રયત્ને શ્રેષ્ઠ પરિણામ આપે છે.
LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના કો-ચીફ સેલ્સ એન્ડ માર્કેટિંગ ઓફિસર સંજય ચિતકારાએ જણાવ્યું હતું કે, “LG માં અમે સ્માર્ટ ટેકનોલોજી દ્વારા ગ્રાહકોના રોજિંદા કાર્યોને સરળ બનાવીને તેમના જીવનને આરામદાયક બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. નવું AIDD 2.0 વોશિંગ મશીન તે પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.”
ફ્રન્ટ લોડ વોશિંગ મશીન: આધુનિક અને કાર્યક્ષમ
-
AI DD 2.0 ટેકનોલોજી: આ મશીન કપડાનું વજન, પ્રકાર અને ગંદકીના સ્તરને ઓળખીને આપમેળે યોગ્ય વોશ સાયકલ પસંદ કરે છે.
-
Steam+ ટેકનોલોજી: તે કપડા પરની કરચલીઓ ઘટાડે છે અને એલર્જી ફેલાવતા કણોને દૂર કરી કપડાને સ્વચ્છ અને હાઈજેનિક રાખે છે.
-
TurboWash® 360°: આ ફીચર ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વગર માત્ર 39 મિનિટમાં કપડાને સંપૂર્ણ સાફ કરે છે.
-
eZDispense™: તે લગભગ 30 વોશ માટે આપમેળે જરૂરી લિક્વિડ ડિટર્જન્ટ લેવાની સુવિધા આપે છે.
-
LG ThinQ™: યુઝર્સ સ્માર્ટફોન દ્વારા મશીનને ગમે ત્યાંથી કંટ્રોલ કરી શકે છે.
વોશર ડ્રાયર (Washer Dryer)
મોટા પરિવારો માટે 20/10 કિગ્રા અને 15/8 કિગ્રાની મોટી ક્ષમતાવાળા મોડલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. જે ઘરોમાં કપડાં સુકવવાની મર્યાદિત જગ્યા હોય અથવા ચોમાસાની ઋતુમાં આ ‘ઓલ-ઈન-વન’ (વોશ અને ડ્રાય) મશીન ખૂબ ઉપયોગી સાબિત થશે.
ટોપ લોડ વોશિંગ મશીન
નવી ટોપ લોડ સિરીઝમાં 11 કિગ્રાનું ડ્રમ અને પ્રીમિયમ જોગ ડાયલ ડિઝાઈન આપવામાં આવી છે. તેમાં કંટ્રોલ પેનલ માટે IPX4 વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ છે. તેમાં ‘સ્ટેન ક્લીન’ (ડાઘ સાફ કરવા માટે) અને ‘ડુવેટ મોડ’ (ભારે પથારીના કપડાં માટે) જેવા ખાસ મોડ્સ આપવામાં આવ્યા છે.
