Western Times News

Gujarati News

મિડ ડે મિલમાં ૨૦૦૦ કરોડનું કૌભાંડ! સ્કૂલો બંધ છતાં ભોજન વિતરણ? BJPના નેતાના પુત્રની સંડોવણી

પ્રતિકાત્મક

૨૧ નામાંકિત આરોપીઓ સામે FIR નોંધવામાં આવી-અશોક ગેહલોત સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા અને હાલમાં ભાજપના નેતા રાજેન્દ્ર યાદવના પુત્ર અને તેમના સંબંધીઓના નામ આ કેસમાં સંડોવાયેલા છે. 

જયપુર,  રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરોએ ૨,૦૦૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ મિડ ડે મિલ યોજના હેઠળ થયો હતો, જેમાં કોરોના મહામારી દરમિયાન જ્યારે તમામ સ્કૂલો બંધ હતી, તે સમયે પણ બાળકોને મિડ ડે મિલ આપવાની વાત સામે આવી છે.

આ મામલે ACB એ રાજસ્થાન સ્ટેટ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન લિમિટેડ, સેન્ટ્રલ વેરહાઉસ અને ઘણી ખાનગી કંપનીઓ સાથે સંકળાયેલા ૨૧ નામાંકિત આરોપીઓ સામે FIR નોંધી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અશોક ગેહલોત સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા અને હાલમાં ભાજપના નેતા રાજેન્દ્ર યાદવના પુત્ર અને તેમના સંબંધીઓના નામ આ કેસમાં સંડોવાયેલા છે. રાજેન્દ્ર યાદવના પુત્રો મધુર યાદવ અને ત્રિભુવન યાદવ પર આરોપ લગાવવામાં આવ્યો છે. ખાનગી પેઢીના વિવિધ કાર્યો સંભાળતા અન્ય ઘણા સંબંધીઓના નામ પણ હ્લૈંઇમાં છે.

અધિકારીઓનું કહેવું છે કે, કોરોના મહામારી દરમિયાન અશોક ગેહલોતની સરકારે કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન લિમિટેડ માધ્યમથી શાળાના વિદ્યાર્થીઓને દાળ, તેલ, મસાલા અને અન્ય ખાદ્ય પદાર્થો ધરાવતા કોમ્બો પેક પૂરા પાડવાની વ્યવસ્થા કરી હતી. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ઘરે-ઘરે જઈને સ્કૂલના બાળકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે, આ મામલે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો આવી છે.

છઝ્રમ્એ તપાસ શરૂ કરી તો આ મામલો વધુ વકર્યો. અધિકારીઓએ જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે, અધિકારીઓએ માપદંડોમાં હેરફેર કરીને ટેન્ડર પ્રક્રિયામાં ધાંધલીનું કાવતરું ઘડ્યું હતું. આવું કરીને લાયક કંપનીઓને બોલી પ્રક્રિયામાંથી બહાર કરી દેવામાં આવી, જેના કારણે પસંદગીની કંપનીઓને જ કોન્ટ્રાક્ટ મળે.

આરોપ છે કે, આ કંપનીઓએ આગળ કામને શેલ કંપનીઓને વહેંચી દીધું અને અÂસ્તત્વમાં ન હોય તેવા સપ્લાયર્સ અને ટ્રાન્સપોર્ટર્સની એક નકલી સપ્લાય ચેઈન બનાવી, જેમાં વાસ્તવિક ખરીદી કે ડિલિવરી બહુ ઓછી કે બિલકુલ નહોતી થઈ.

ACBએ તપાસ શરૂ કરી તો આ મામલો વધુ વકર્યો. છઝ્રમ્ના જણાવ્યા પ્રમાણે ઘણા કિસ્સાઓમાં કોઈપણ ખરીદી કે પુરવઠો કર્યા વિના નકલી અને મોટા બિલ રજૂ કરવામાં આવ્યા હતા. આ બનાવટી બિલોના આધારે ચુકવણીઓ જારી કરવામાં આવી હતી. આ કૌભાંડમાં રાજ્યની સંપત્તિને ૨,૦૦૦ કરોડનું નુકસાન થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.