રાયપુરમાં જુગારધામ પર દરોડો
નારણપુરા સોલામા સ્થાનિક પોલીસ ત્રાટકીઃ બંને બનાવમાં વીસ જુગારીઓ પકડાયા |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગત કેટલાંક દિવસોમાં સ્થાનિક પોલીસ તથા એજન્સીઓની કાર્યવાહી દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી જુગાર અડ્ડા મળી આવ્યા છે કાર્યવાહી દરમિયાન અસંખ્ય જુગારીઓને ઝડપી પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કેટલાંક સ્થલે પોલીસની જાણ ન થાય એ માટે જુગારીઓ પોશ વિસ્તારમાં મકાનો ભાડે રાખી ગેરકાયેદસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે જા કે બાજનગર રાખતી પોલીસે ગઈકાલે કાગડાપીઠ નારણપુરા તથા સોલા વિસ્તારમાંથી ત્રણ મોટા જુગારધામો શોધી નાખ્યા છે ગઈકાલના દરોડામાં વીસથી વધુ જુગારીઓને ઝડપી લેવાયા છે.
કાગડપીઠ પોલીસની હદમાં આવતાં પઠાણની ચાલી બીગ બજારમાં પાસે ગઈકાલે સાંજે સાડા છ વાગ્યે હરીશ જાટના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો પોલીસની રેઈડ જાઈને જુગારીઓ નાસભાગ મચી હતી જેનો લાભ લઈને જુગારધામનો સંચાલક હરીશ જાટ રફૂચક્કર થી ગયો હતી.
જ્યારે દસ જુગારીઓને ઝડપી લેવાયા હતા જેમનાં નામ આ પ્રમાણે છે. (૧) હરીશ ચૌહાણ (૨) હસમુખલાલ શાહ (૩) મહેશ સરવૈયા (૪) રાકેશ રામચંદાની (૫) રાકેશ વર્મા (૬) કાળુ કોસ્ટીક (૭) રાજેન્દ્ર બુનકટ (૮) વસંત (૯) દાનાજી મારવાડી (૧૦) અશોક મારવાડી દસ જણાને પકડીને સ્ટેટ મોનિટરીગ સેલે સ્થળ પરથી જુગારના સાધનો રોકડા વીસ હજારની વધુ ૭ મોબાઈલ ફોન વાહનો સહીત ૬૦ હજારથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નારણપુરામાં શા†ીનગર ફલેટનાં એચ બ્લોકમાં ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે સ્થાનિક પોલીસે રેઈડ કરી હતી જેમા નવ જુગારીઓની અટક કરી હતી પકડાયેલા આરોપીઓમા મોટા ભાગ ઘાટલોડીયા વિસ્તારના છે પોલીસ કુલ સાડા ચાર લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે.
જ્યારે સોલા પોલીસે બાતમીને આધારે સોલા ગામ મંદીરાવાળા વાસ ખાતે યશ પ્રદીપકુમાર પટેલના નામના શખ્શનાં ઘરે દરોડો પાડયો હતો જેમા યશ સહીત નવ લોકોને ઝડપી લેવાયા હાતા યશ પટેલ પોતે પોતાના ઘરે જુગારનો અડ્ડો ચલાવતો હોવાનું બહાર આવ્યુ છે.
પોલીસે ઘટના સ્થળેથી ૬૪ હજાર રોકડા નવ મોબાઈલ ફોન છ વાહનો પ્લાસ્ટીકના જુગાર રમવાના કોઈન સહીત છ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો છે. ગઈકાલે અન્ય કેટલીક જગ્યાએ પણ પોલીસે દરોડા પાડીને જુગારીઓ ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે નારણપુરામાં રવિવારે પણ એક ફલેટમાંથી જુગાર રમતા ઈસમો પકડાયા હતા.