વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટનું રાજકોટમાં ઉદ્ઘાટન
ગુજરાતની મુકાલાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આયોજીત સ્વાભિમાન પર્વમાં હાજરી આપ્યાં બાદ પ્રધાનમંત્રી કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેવા માટે રાજકોટ પહોંચ્યાં હતા. અહીં તેમણે વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.
જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે અમદાવાદ આવ્યા હતા. તેમણે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના બાકીના ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. સોમવારે તેઓ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે મુલાકાત કરશે. તેમજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં જર્મનીના ફેડરલ ચાન્સેલર મહામહિમ શ્રી ફ્રેડરિક મેર્ઝ સાથે મુલાકાત કરશે.
સવારે લગભગ 9:30 વાગ્યે બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ સવારે 10 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય મુલાકાતો થશે, જ્યાં પ્રધાનમંત્રી અને જર્મન ચાન્સેલર ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે, જેણે તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, જર્મનીના ફેડરલ ચાન્સેલર મહામહિમ ફ્રેડરિક મેર્ઝ 12-13 જાન્યુઆરી, 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. ચાન્સેલર મેર્ઝની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે.
બંને નેતાઓ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરશે, જેણે તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમની ચર્ચાઓ વેપાર અને રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્ય અને ગતિશીલતામાં સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ સંરક્ષણ અને સુરક્ષા, વિજ્ઞાન, નવીનતા અને સંશોધન, ગ્રીન અને ટકાઉ વિકાસ અને લોકો-થી-લોકોના સંબંધો જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને આગળ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.પ્રધાનમંત્રી મોદી અને ચાન્સેલર મેર્ઝ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે અને બંને દેશોના વ્યવસાય અને ઉદ્યોગના નેતાઓ સાથે વાતચીત કરશે.
