અભિનેત્રી તારા સુતરિયાએ ટોક્સિકનું પોસ્ટર શેર કર્યું
મુંબઈ, તારા સુતારિયા અને વીર પહારિયા વચ્ચે બ્રેકઅપની અફવાઓ ફેલાઈ રહી છે. આ બધું એપી ધિલ્લોનના મુંબઈ કોન્સર્ટ દરમિયાન વાયરલ થયેલા એક વીડિયોમાંથી ઉદ્ભવ્યું હતું, જેના કારણે સોશિયલ મીડિયા પર વ્યાપક વિવાદ અને હલચલ મચી ગઈ હતી. કોન્સર્ટ દરમિયાન, તારા ગાયક-રેપર એપી ધિલ્લોન સાથે સ્ટેજ પર દેખાઈ હતી, ત્યારબાદ એક વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તેણી તેને ગળે લગાવતી અને ગાલ પર ચુંબન કરતી જોવા મળી હતી.
કોન્સર્ટમાં હાજર રહેલા તારાના બોયળેન્ડ વીર પહારિયાએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી, જેના કારણે અફવાઓ ફેલાઈ હતી કે આ દંપતી અલગ થઈ ગયું છે. વીર પહાડિયા સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે, તારા સુતારિયાએ હવે સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ શેર કરી છે.
પોતાની પોસ્ટમાં, તારા સુતારિયાએ વીર સાથે બ્રેકઅપની અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ તેના બદલે ઇન્સ્ટાગ્રામ પર તેની આગામી યશ-અભિનીત ફિલ્મ, ટોક્સિકનું પોસ્ટર શેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે “ટોક્સિક” ના ટીઝરને માત્ર ૨૪ કલાકમાં બધા પ્લેટફોર્મ પર ૨૦૦ મિલિયન વ્યૂઝને વટાવી ગયા છે. પોસ્ટરમાં, યશ એક આકર્ષક લાલ પૃષ્ઠભૂમિ સામે રાઇફલ પકડીને જોવા મળે છે.
નોંધનીય છે કે તારા અને વીરના બ્રેકઅપની અફવાઓ બે દિવસથી ઝડપથી ફેલાઈ રહી છે, પરંતુ અભિનેત્રીએ આ અફવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી. વીરે પણ આ બાબતે મૌન રાખ્યું છે. દરમિયાન, ચાહકોએ એ પણ જોયું કે વીરે “ટોક્સિક” ના ટીઝર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી કે તેને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી નથી. આ બધા વચ્ચે, તારા અને વીર બંનેએ કથિત બ્રેકઅપ પર સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે.
બોલિવૂડના લોકપ્રિય નવા કપલનું બ્રેકઅપ થયું હોવાના અહેવાલ છે. આ સમાચાર ચાહકો માટે મોટા આઘાત સમાન છે, ખાસ કરીને કારણ કે તારા અને વીરે થોડા મહિના પહેલા જ સોશિયલ મીડિયા પર પ્રેમથી ભરેલી પોસ્ટ શેર કરીને તેમના સંબંધો જાહેર કર્યા હતા.
અહેવાલ મુજબ, કપલની નજીકના સૂત્રોએ બ્રેકઅપની પુષ્ટિ કરી છે, જોકે તારા કે વીરે કોઈ નિવેદન આપ્યું નથી કે તેનો ઇનકાર કર્યાે નથી. બ્રેકઅપનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.SS1MS
