મુંબઈ BMCની ચૂંટણીમાં શિવસેના માટે અભિનેતા ગોવિંદા પ્રચારમાં જોડાયા
મુંબઈ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પાેરેશન ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. શિવસેનાના સ્ટાર પ્રચારક અને બોલીવુડ અભિનેતા ગોવિંદા આહુજાએ મુંબઈના કમાઠીપુરા-મુંબઈદેવી વિસ્તારમાં એક વિશાળ રોડ શો યોજ્યો હતો.
શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા શાઇના એનસી રોડ શો દરમિયાન ગોવિંદા સાથે હતા. બંને નેતાઓએ ખુલ્લા વાહનમાંથી લોકોનું સ્વાગત કર્યું અને શિવસેનાના ઉમેદવારોના સમર્થનમાં મત માંગ્યા હતા.રોડ શો દરમિયાન અભિનેતા ગોવિંદાએ વાહનમાંથી સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી હતી.
તેમણે કહ્યું કે, મુંબઈના વિકાસ અને સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે મજબૂત નેતૃત્વ જરૂરી છે. ગોવિંદાને તેમની વચ્ચે જોઈને સમર્થકો ખૂબ ઉત્સાહિત હતા, અને લોકોએ ઘણી જગ્યાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.SS1MS
