ઢાલસિમલ ઉચ્ચકપાઇ ધામ ખાતે પુલવામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી
ઉચ્ચકપાઇ મંદિર ખાતે શહીદ વીરોનુ પળીયુ બનાવવામાં આવ્યુ હતુ
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ પુલવામાં 42 જેટલા વિર જવાનો શહિદ થયા હતા જેની યાદ માં આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ વાસિયા ના મિલેટરીમેન કલ્પેશ કતીજા રહીમ સાઠીયા bjpયુવા મોરચા પ્રમુખ રાકેશ મછાર અને ગ્રામજનોની આગેવાનીમાં સંજેલી તાલુકા મા ઢાલસીમલ ડુંગરની ટોચ પર આવેલ ઉંચકાઇ ધામ ખાતે શહિદવીરોને પાળીયુ ભનાવવામાં આવ્યું હતું
સહિદ વીરો ને એક વર્ષ પૂર્ણ થતાં ઉચ્ચકપાઇ ધામ ખાતે તાલુકા ના માજી સૈનિક સંગઠનના પ્રમુખ રણછોડભાઈ પલાશ રહીમભાઇ સાઠીયા વાસિયા ઢાળ સીમલ ગામના આગેવાનો તાલુકા ના માજી સૈનિકો અને ગ્રામજનો વાસિયા થીવીર શહીદ જવાનો અમર રહોના નારા સાથે નીકળી ઉચકપાઇ ધામ ખાતે પહોંચી બે મિનિટનું મૌન પાળી વીર સ્મારકના પાળિયા ને આદિવાસી રીતરિવાજ મુજબ વિધિ કરી હતી