વાપીથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ચલાવતો આરોપી ઝડપાયો
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરીને લઈને પ્રતિબંધ છે. તેમ છતાં અમુક લોકો આ દોરીનું વેચાણ કરતા હોય છે. જોકે આ વખતે ઉત્તરાયણના ૨ દિવસ પહેલા જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા વિરેન બાબુભાઈ પટેલ નામના યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ યુવક દાદરા નગર હવેલીના સેલવાસામાં અવૈધ રીતે ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ચલાવતો હતો.
ફેક્ટરીમાંથી રૂપિયા બે કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી, મશીનરી અને કાચો માલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ફેક્ટરીને સીલ કરી દીધી છે અને વિરેન પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર સપ્લાય ચેઈન અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિરેન પટેલે ગુજરાતભરમાં વ્યાપક નેટવર્ક ઊભું કર્યું હતું.
તપાસ અનુસાર તેણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કુલ ૯૫ જગ્યાએ પ્લાસ્ટિક થ્રેડ અને ચાઈનીઝ દોરીનો સપ્લાય કર્યો હતો. અગાઉ અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્એ સાણંદ, બાવળા, કોઠ, આણંદ સહિતના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરી જપ્ત કરી હતી. આ તપાસ દરમિયાન વિરેન પટેલનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું હતું. વિરેન પટેલ છેલ્લા ૨૦ દિવસથી ફરાર હતો, પરંતુ અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્ની ટીમે વાપીમાં સર્વેલન્સ ગોઠવીને અંતે તેની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિરેન પટેલ દાદરા નગર હવેલીના સેલવાસામાં અવૈધ રીતે ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ચલાવતો હતો. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે આ ફેક્ટરીમાંથી રૂપિયા બે કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી, મશીનરી અને કાચો માલ જપ્ત કર્યો છે. પોલીસે ફેક્ટરી સીલ કરી દીધી છે અને વિરેન પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની તપાસમાં સામે આવ્યું કે આરોપી વિરેન પટેલે ગુજરાતભરમાં વ્યાપક સપ્લાય ચેઈન ઊભી કરી હતી. તપાસમાં ખુલ્યું છે કે તેણે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૯૫ જગ્યાએ પ્લાસ્ટિક થ્રેડ અને ચાઈનીઝ દોરીનો સપ્લાય કર્યો હતો. અગાઉ એસઓજીએ સાણંદ, બાવળા, કોઠ, આણંદ સહિતના વિસ્તારોમાંથી મોટી માત્રામાં ચાઈનીઝ દોરી જપ્ત કરી હતી.
આ તમામ કાર્યવાહી દરમિયાન વિરેન પટેલનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું હતું. વિરેન પટેલ છેલ્લા ૨૦ દિવસથી ફરાર હતો, પરંતુ વાપીમાં સતત સર્વેલન્સ ગોઠવીને એસઓજીની ટીમે તેને ઝડપી લીધો. પોલીસ મુજબ વિરેન પટેલ એમબીએ સુધી ભણેલો છે અને વર્ષ ૨૦૧૧થી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો હતો. સેલવાસામાં તેણે અગાઉ ‘માર્મિક ઇન્ડસ્ટ્રીઝ’ નામે એક એકમ ચલાવ્યો હતો, જેમાં પોલીસિંગ બ્રશ અને ફિશિંગ નેટ બનાવાતા હતા.
ઉત્તરાયણની માંગને ધ્યાનમાં રાખીને તેણે પ્લાસ્ટિક થ્રેડ અને ચાઈનીઝ દોરીનું ઉત્પાદન શરૂ કરી દીધું. વાપીમાં ‘નોવા ફિલ્ડ ઇન્ડસ્ટ્રીઝ’ ને હાલ પોલીસે સીલ કરી દીધું છે. પોલીસ તપાસમાં અત્યાર સુધી આ કેસમાં રૂપિયા ૨ કરોડ ૪૧ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાથે જ ૫૨૨૫૫ પ્લાસ્ટિક થ્રેડના રીલ્સ જપ્ત કરાયા છે અને કુલ ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ચાલુ મહિને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ચાઈનીઝ દોરીના ૫૮ કેસ નોંધાયા છે.
