APM ટર્મિનલ્સ પિપાવાવ સ્પોર્ટ્સ અને વેલ્યુ-આધારિત વિકાસ પહેલ મારફતે ગ્રામીણ સ્તરના કિશોરોને જોડે છે
ઇન્ટર-વિલેજ સ્પોર્ટસ ડે અને પરવરિશ કેમ્પમાં આજુબાજુના ગામોમાંથી 700થી વધારે વિદ્યાર્થીઓ એક સાથે આવે છે, જેથી ફિટનેસ, ટીમ વર્ક અને લાઈફ સ્કીલ્સને પ્રોત્સાહન આપી શકે.
પિપાવાવ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ અને કિશોરોને સશક્ત બનાવવા પ્રત્યે પોતાની સતત કટિબદ્ધતા અંતર્ગત એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે સ્વામી વિવેકાનંદ ઈન્ટર–વિલેજ સ્પોર્ટ્સનું આયોજન કર્યું અને પરવરિશ કેપ ચલાવ્યો. તેમાં આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને ફિઝીકલ ફિટનેસ, ટીમ વર્ક, લીડરશીપ તથા સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરતી વિવિધ પહેલો સાથે સામેલ કરવામાં આવ્યાં.
કંપનીના જ્ઞાન જ્યોતિ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલ સ્વામી વિવેકાનંદ ઈન્ટર–વિલેજ સ્પોર્ટ્સ ડેમાં રામપારા, ભેરાઇ, શિયાળ બેટ, પાદર, થાવી, દિવાલો, દેવપારા, કડિયાલી અને પિપાવાવ ધામ જેવા ગામોની નવ શાળાના ધોરણ 4થી 8ના 500થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ ઈવેન્ટનો ઉદ્દેશ ગ્રામીણ કિશોરોમાં ફિટનેસ, શાળાઓ વચ્ચે સહયોગ અને એકંદરે સુખાકારીને વધારવાનો હતો.
વિદ્યાર્થીઓને કબડી, ખો–ખો, લાંબી કુદ, ઊંચી કુદ, 100-મીટર અને 200 મીટર દોડ જેવી અનેક રમત–ગમતની પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો. જેથી સ્વસ્થ સ્પર્ધા, અનુશાસન અને ખેલ ભાવનાને પ્રોત્સાહન મળ્યું. આ ઈવેન્ટે યુવા સહભાગીઓને એક સાથે આવવા, મિત્રતાને વધારવા તથા વ્યક્તિગત વિકાસના સંભવિત માર્ગરૂપે રમત–ગમતને ઓળખવાનો એક ઉત્તમ મંચ પ્રદાન કર્યું.
શારીરિક ફિટનેસ પર ફોકસ સાથે સાથે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ, ભેરાઈ, થાવી, પાદર અને દિવાલો જેવા ગામોના ક્લાસ VIIIના વિદ્યાર્થીઓ માટે પરવરિશ કેમ્પ પણ આયોજીત કર્યાં. લોક ભારતી રુરલ યુનિવર્સિટી, સનોસરામાં આ કેમ્પમાં ત્રણ બેંચમાં 207 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
આ કેમ્પને માઈન્ડ ગેમ્સ, લાઈફ સ્કીલ્સ સેશન, થિએટર–બેઝ્ડ લર્નિંગ, સિચ્યુએશનલ એનાલિસિસ અને ગ્રુપ એક્સરસાઈઝ જેવા સ્ટ્રક્ચર્ડ એક્ટિવિટીઝ મારફતે વિદ્યાર્થીઓમાં લીડરશિપ સ્કીલ્સ, ટીમ બિલ્ડિંગ તથા એન્ટરપ્રિન્યોરલ વિચારને વધારવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ક્લાસરુમની બહાર સેલ્ફ–અવેરનેસ, સહયોગ અને આત્મવિશ્વાસને ઉત્તેજન આપ્યું.
આ અંતર્ગત કરવામાં આવેલ પહેલ મારફતે એપીએમ ટર્નિનલ્સ પિપાવાવ પોર્ટની આજુબાજુના સમુદાયોમાં યુવાનોના સંપૂર્ણ વિકાસને સપોર્ટ કરવાનું જારી કરવાનું રાખેલ છે. કંપનીના સીએસઆર પ્રયાસ અનેક સેક્ટરમાં ફેલાયેલ છે, જેમાં મોબાઈલ સાયન્સ અને મેથેમેટિક્સ લેબ, મોબાઈલ હેલ્થ યુનિટ, 24×7 એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ, મોબાઈલ પશુ ચિકિત્સા ક્લિનિક, એક બોટ એમ્બ્યુલેન્સ, સ્કીલ અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અને ઉડાન, હરિત તથા પ્રવાહ જેવા સામુદાયિક પહેલનો સમાવેશ થાય છે.
આ પ્રોગ્રામ એપીએમ ટર્નિનલ્સ પિપાવાવના શિક્ષણ, સ્વાસ્થ તથા પર્સનલ ગ્રોથ માટે સાર્થક તકનું સર્જન કરવા પર સતત ધ્યાન આપી રહેલ છે. જે આ વિસ્તારના યુવા વસ્તીની લાંબા સમયના કલ્યાણમાં યોગદાન આપે છે.
