આરઆર કાબેલે કાબેલ સ્ટાર સીઝન 4ના વિજેતાઓની જાહેરાત કરી
રૂપિયા 4 કરોડના શિષ્યવૃત્તિ કાર્યક્રમના ચાર વર્ષની ઉજવણી
~ અમદાવાદમાં આ વર્ષે રેકોર્ડ 55 સન્માનિતો ~
અમદાવાદ, 12 જાન્યુઆરી, 2026: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને વાયર તેમજ કેબલ ઉત્પાદક આરઆર કાબેલે અમદાવાદમાં તેના કાબેલ સ્ટાર શિષ્યવૃત્તિ કાર્યક્રમ 2025ના વિજેતાઓની ગર્વભેર જાહેરાત કરી છે. ઉદ્યોગમાં અગ્રણી પહેલ સમાન એવો આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ ઇલેક્ટ્રિશિયનના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેમણે આ વર્ષે 10મા ધોરણની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. RR Kabel announces the winners of Kabel Star Season 4 Celebrates four years of the scholarship program worth ₹4 Crore.
આરઆર કાબેલના શિક્ષિત અને સશક્ત ભારતના વિઝન સાથે સુસંગત, આ કાર્યક્રમે આ આશાસ્પદ વિદ્યાર્થીઓના ઉચ્ચ માધ્યમિક શિક્ષણને પ્રોત્સાહન અને ટેકો આપવા માટે દર વર્ષે રૂપિયા એક કરોડથી વધુની ફાળવણી કરી છે. દેશભરમાં, અત્યાર સુધીમાં 4000 જેટલા વિદ્યાર્થીઓને રૂપિયા 10 હજારની વ્યક્તિગત શિષ્યવૃત્તિ મેળવવા માટે પસંદ કરવામાં આવ્યા છે.
આ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓએ ફક્ત તેમના ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે નાણાકીય સહાય જ નથી મેળવી, પરંતુ તેમની આકાંક્ષાઓને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું પણ ભર્યું છે. આ વર્ષના વિજેતા ઉપરાંત, કાબેલ સ્ટાર શિષ્યવૃત્તિ કાર્યક્રમ સીઝન 2 ના ટોચના વિદ્યાર્થીઓને પણ તેમના આગળના શિક્ષણમાં વધારો કરવા અને મદદરૂપ થવા માટે લેપટોપ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાબેલ સ્ટાર શિષ્યવૃત્તિ કાર્યક્રમની ચોથી સીઝનમાં અરજદારોની સંખ્યામાં સારો એવો વધારો જોવા મળ્યો છે. દેશભરના 1,000 જેટલા વિજેતામાંથી, 55 વિજેતા સાથે અમદાવાદ સૌથી અલગ તરી આવ્યું છે, આ વિજેતાઓને અમદાવાદની ફાઇવ પેટલ્સ હોટેલ અને બેન્ક્વેટ્સમાં યોજાયેલા એક ખાસ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
2022માં શરૂ કરવામાં આવેલી કાબેલ સ્ટાર્સ શિષ્યવૃત્તિનો હેતુ ઉચ્ચ શિક્ષણની આકાંક્ષાઓમાં મદદરૂપ થઈને ઇલેક્ટ્રિશિયનના બાળકોને સશક્ત બનાવવાનો હતો, જેમને પ્રેમથી ‘કાબેલ દોસ્ત’ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતથીજ, આ પહેલની અસર ખરા અર્થમાં પરિવર્તનકારી રહી છે, જેમાં દેશભરના લાયક વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી, આ કાર્યક્રમનો કદ અને મહત્વ બંનેમાં વિકાસ થયો છે, જેનાથી વર્ષે હજારો વિદ્યાર્થીઓને ફાયદો થાય છે.
આ ચોથી આવૃત્તિ ઇલેક્ટ્રિશિયન સમુદાયના ઉત્થાન અને તેમના બાળકોના ભવિષ્યમાં રોકાણ કરવા માટે આરઆર કાબેલની લાંબા સમયની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. નવા શૈક્ષણિક માર્ગો ખોલીને અને નાણાકીય મર્યાદાઓ મહત્વાકાંક્ષાને આડે ન આવે તેની ખાતરી કરીને, આ શિષ્યવૃત્તિએ ભૂતકાળના સન્માનિતોની સફળતાની અસંખ્ય વાર્તાઓને પ્રેરણા આપી છે, જેમણે શિક્ષણમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને આશાસ્પદ કારકિર્દીના માર્ગ પર આગળ વધ્યા છે.
પોતાના વિઝન અને નેતૃત્વનું પરિણામ એવા આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ અંગે આરઆર ગ્લોબલના ડિરેક્ટર શ્રીમતી કીર્તિ કાબરાએ જણાવ્યું હતું કે, “આરઆર કાબેલ ખાતે, અમારા કાબેલ દોસ્ત હંમેશા વ્યવસાયમાં ભાગીદાર કરતાં વધુ રહ્યા છે – તેઓ અમારી સફરનો પાયો છે. કાબેલ સ્ટાર શિષ્યવૃત્તિ સાથે, અમે ફક્ત નાણાકીય સહાય જ નથી આપી રહ્યા, પરંતુ એવી શક્યતાઓ માટેના દરવાજા ખોલી રહ્યા છીએ જે આગામી પેઢીઓના જીવન બદલી શકે છે. મોટા સપના જોતું દરેક બાળક તેને હાંસલ કરવાની તક માટે લાયક ઠરે છે, અને આ કાર્યક્રમ એ સુનિશ્ચિત કરવાનો અમારો માર્ગ છે કે કોઈ પણ સ્વપ્ન સંજોગો દ્વારા મર્યાદિત ન રહે. આ યુવા વિજેતાઓને તેમના ભવિષ્ય તરફ આત્મવિશ્વાસ સાથે ભરેલા પગલાં લેતા જોવા આ પહેલ માટેનો સાચો પુરસ્કાર છે.”
શિષ્યવૃત્તિના વિજેતા અને તેમના માતાપિતા પુરસ્કાર પ્રાપ્ત કરીને આનંદ અને ગર્વથી અભિભૂત થયા હતા. સમારંભમાં પોતાના બાળકોની તેમના પસંદ કરેલા ક્ષેત્રોમાં સફળ કારકિર્દીના નિર્માણની મહત્વાકાંક્ષાઓની ઉજવણી કરવામાં આવી ત્યારે માતાપિતા માટે, તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે વર્ષોના ખંત અને સમર્પણને પ્રતિબિંબિત કરતી હતી. આ પહેલના માધ્યમથી આરઆર કાબેલ આ યુવા પ્રતિભાઓને તેમના શિક્ષણને આગળ ધપાવવા અને તેમની સંપૂર્ણ ક્ષમતાને ઉજાગર કરવા માટે એક મજબૂત પાયો પ્રદાન કરી રહી છે.
કાબેલ સ્ટાર્સ શિષ્યવૃત્તિ કાર્યક્રમ આરઆર કાબેલ દ્વારા સમુદાયને પાછું આપવાની અને આગામી પેઢી માટે ઉજ્જવળ, વધુ શિક્ષિત ભવિષ્યનું સંવર્ધન કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ઉભરી આવ્યો છે. આ વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક સફરમાં પ્રગતિ કરે છે, ત્યારે આરઆર કાબેલ ઇલેક્ટ્રિશિયન અને તેમના પરિવારોની આકાંક્ષાઓને ટેકો આપવા અને તેમનું સન્માન કરવા માટે પ્રતિબદ્ધ રહે છે, જે આવતીકાલના લીડરને આકાર આપવામાં મદદરૂપ થાય છે.
