Western Times News

Gujarati News

ગુજરાત પોલીસની મહત્વની પહેલ: ડ્રગ્સ અંગે બાતમી આપવા માટે વોટ્સએપ નંબર જાહેર

હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTF ગુજરાત વોટ્સએપ નંબર: 99040 01908 ઉપર સંપર્ક કરી શકશે

નાગરિકો નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 ઉપર પણ કોલ કરી શકે છે

ડ્રગ્સની હેરાફેરીવેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે રીતસરની જંગ છેડવામાં આવી છે ત્યારે ડ્રગ્સ માફીયાઓ સામે કડક હાથે કામગીરી કરવા ગુજરાત પોલીસમાં ડેડિકેટેડ નાર્કોટિક્સ કેસને લગતી કાર્યવાહી કરવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) બનાવવામાં આવી છે.

આ લડાઈને વધુ વેગ આપવા અને સામાન્ય જનતા સરળતાથી ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ માહિતી આપી શકે તે માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTF ગુજરાત વોટ્સએપ નંબર: 99040 01908 ઉપર સંપર્ક કરી શકશે. તે ઉપરાંત નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 ઉપર પણ નાગરિકો કોલ કરી શકે છે.

ગુજરાત પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવે છે કેઆ નંબર પર ડ્રગ્સની હેરાફેરીવેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. તમારી એક નાનકડી માહિતી ગુજરાતના યુવાધનને બચાવવા માટે મોટું યોગદાન આપી શકે છે.

ANTF ગુજરાત પોલીસ ડ્રગ્સ ટ્રાફિકિંગ રોકવાશૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ લાવવા અને નશાની લત છોડાવવા માટે સતત કાર્યરત છે. આ ઝુંબેશમાં જોડાવા માટે સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટફોર્મ પર antfgujarat, X(ટ્વિટર) પ્લેટફોર્મ પર @antfgujarat અને ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર @antf_gujaratને ફોલો કરવા પણ વિનંતી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.