Western Times News

Gujarati News

“આ વખતે નિશાન ચૂકી જશે નહીં.”- ઈરાનની ટીવી પર ટ્રમ્પને સીધી ધમકી આપવામાં આવી

  • ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા અલી લારીજાનીએ અગાઉ ટ્રમ્પને “ખૂની” ગણાવ્યા હતા.

તેહરાન,  અમેરિકા અને ઈરાન વચ્‍ચે વધી રહેલા તણાવ વચ્‍ચે, તેહરાન તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સામે સીધી ધમકી આપવામાં આવી છે. આ ધમકી ઈરાની રાજ્‍ય ટીવી પર આપવામાં આવી હતી. ઈરાની રાજ્‍ય ટીવી પર પ્રસારિત ધમકીભર્યા વીડિયોમાં ટ્રમ્‍પના જુલાઈ ૨૦૨૪ના ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાતક હુમલાની છબીઓનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો.

ટ્રમ્‍પે મંગળવારે એક મુલાકાતમાં કહ્યું હતું કે જો ઈરાન વિરોધીઓ પર કાર્યવાહી વધુ તીવ્ર બનાવશે તો અમેરિકા કડક જવાબ આપશે. તેમણે ઈરાનમાં ફાંસીની યોજનાઓનો ઉલ્‍લેખ કર્યો અને કહ્યું, જો તેઓ આવું કંઈ કરશે, તો અમે ખૂબ જ કડક પગલાં લઈશું.

દરમિયાન, કતારમાં સ્‍થિત મધ્‍ય પૂર્વના સૌથી મોટા યુએસ બેઝથી સૈનિકોની હિલચાલના અહેવાલો છે. એવી ચિતા છે કે જો અમેરિકા હુમલો કરે તો ઈરાન બદલો લઈ શકે છે. જૂન ૨૦૨૫ ની શરૂઆતમાં, ઈરાને કતારના અલ ઉદેદ એરબેઝ પર હુમલો કર્યો હતો

  • ઈરાની રાજ્ય ટીવી પર ડોનાલ્ડ ટ્રમ્પ સામે સીધી ધમકી આપવામાં આવી.
  • વીડિયોમાં જુલાઈ 2024ની ચૂંટણી રેલી દરમિયાન થયેલા હુમલાના દ્રશ્યોનો ઉપયોગ કરીને સંદેશ આપવામાં આવ્યો કે “આ વખતે લક્ષ્ય ચૂકી જશે નહીં.”
  • આ અત્યાર સુધીની સૌથી ખુલ્લી અને સીધી ધમકી માનવામાં આવી રહી છે.
  • જુલાઈ 2024માં પેન્સિલવેનિયામાં ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો, જેમાં ગોળી તેમના કાનમાં વાગી હતી.
  • ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા અલી લારીજાનીએ અગાઉ ટ્રમ્પને “ખૂની” ગણાવ્યા હતા.
  • ટ્રમ્પે તાજેતરમાં કહ્યું કે જો ઈરાન વિરોધીઓ પર કાર્યવાહી વધારે તીવ્ર બનાવશે તો અમેરિકા કડક જવાબ આપશે.
  • કતારમાં સ્થિત અલ ઉદેદ એરબેઝમાંથી અમેરિકી સૈનિકોની હિલચાલના અહેવાલો છે.
  • ચિંતા છે કે જો અમેરિકા હુમલો કરે તો ઈરાન પ્રતિકાર કરી શકે છે.
  • જૂન 2025માં ઈરાને આ જ એરબેઝ પર હુમલો કર્યો હતો.

AFP ન્‍યૂઝ એજન્‍સીએ અહેવાલ આપ્‍યો છે કે સત્તાવાર વીડિયોમાં ટ્રમ્‍પને ગોળી મારવામાં આવી રહી હોવાનો ફોટો દર્શાવવામાં આવ્‍યો છે, સાથે સંદેશ પણ આપવામાં આવ્‍યો છે કે આ વખતે લક્ષ્ય ચૂકી જશે નહીં. આ તેહરાન તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ માટે અત્‍યાર સુધીની સૌથી સીધી અને ખુલ્‍લી ધમકી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્‍પ ઈરાન સામે લશ્‍કરી હુમલા પર વિચાર કરી રહ્યા હોવાના અહેવાલો વચ્‍ચે આ આવ્‍યું છે. ઈરાની અધિકારીઓએ વોશિગ્‍ટનને કોઈપણ લશ્‍કરી કાર્યવાહી સામે ચેતવણી આપી છે. જોકે, અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. અગાઉ, ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્‍યુરિટી કાઉન્‍સિલના વડા અલી લારીજાનીએ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને ખૂની ગણાવ્‍યા હતા.

ટ્રમ્‍પે મંગળવારે એક મુલાકાતમાં કહ્યું હતું કે જો ઈરાન વિરોધીઓ પર કાર્યવાહી વધુ તીવ્ર બનાવશે તો અમેરિકા કડક જવાબ આપશે. તેમણે ઈરાનમાં ફાંસીની યોજનાઓનો ઉલ્‍લેખ કર્યો અને કહ્યું, જો તેઓ આવું કંઈ કરશે, તો અમે ખૂબ જ કડક પગલાં લઈશું. દરમિયાન, કતારમાં સ્‍થિત મધ્‍ય પૂર્વના સૌથી મોટા યુએસ બેઝથી સૈનિકોની હિલચાલના અહેવાલો છે. એવી ચિતા છે કે જો અમેરિકા હુમલો કરે તો ઈરાન બદલો લઈ શકે છે. જૂન ૨૦૨૫ ની શરૂઆતમાં, ઈરાને કતારના અલ ઉદેદ એરબેઝ પર હુમલો કર્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.