ચીનની સરકાર લાવી ‘ક્લોઝ કોન્ટેક્ટ’ એપ, કોરોનાથી બચવામાં કરશે મદદ
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો સામનો કરવા માટે ચીનની સરકારે એક એપ લોન્ચ કરી છે. જેના ઉપયોગથી લોકો કોરોના વાયરસના સંપર્કમાં આવવાથી બચી શકે છે. તેને ‘ક્લોઝ કોન્ટેક્ટ’ એપ નામ આપવામાં આવ્યું છે. આ એપ લોકોને ક્લોઝ કોન્ટેક્ટને કારણે કોરોના વાયરસ સંબંધિત એલર્ટ મોકલે છે. જેથી લોકોને વાયરસથી બચાવી શકાય. ચીનમાં આ દિવસોમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ ખુબ ગંભીર છે અને અત્યાર સુધી વાયરસથી હજારો લોકોના મોત થઈ ચુક્યા છે.
આ એપ નેશનલ હેલ્થ કમીશન ઓફ ચાઇના અને ચાઇના ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપ કોર્પોરેશને બનાવી છે. નેશનલ હેલ્થ કમીશન ઓફ ચાઇનાએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું કે, આ એપના માધ્યમથી લોકો અલીપે, વીચેટ અને QQ જેવી મોબાઇલ એપ્સ પર QR કોડ પણ સ્કેન કરી શકે છે. પોતાના નામ અને આઇડી નંબરથી યૂઝર તે માહિતી મેળવી શકે છે કે તે કોઈ જાહેર જગ્યા જેમ કે ઓફિસ, ક્લાસરૂ, ટ્રેન કે ફ્લાઇટ પર કોઈ ચેપી વ્યક્તિના સંપર્કમાં તો આવ્યો નથી.