રશિયન ઇંધણના ખરીદદાર દેશોમાં ભારત ત્રીજા ક્રમે આવી ગયુંઃ સીઆરઈએ
નવી દિલ્હી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને સરકાર માલિકીની રિફાઇનરીઓએ ક્‰ડ ઓઇલની આયાતમાં તીવ્ર ઘટાડો કર્યા પછી ડિસેમ્બર ૨૦૨૫માં રશિયન ફોસિલ ફ્યૂઅલના વૈશ્વિક ખરીદદારોમાં ભારત ત્રીજા સ્થાને આવી ગયું હતું. ભારતે ડિસેમ્બરમાં ક્‰ડની કુલમાંથી ૨૫ ટકા આયાત રશિયાથી કરી હતી.
આ પ્રમાણ અગાઉના મહિના ૩૫ ટકા જેટલું ઊંચું હતું. રશિયન ક્‰ડના ખરીદદારોમાં ચીન પ્રથમ ક્રમે છે, જ્યારે ભારતને પાછળ રાખીને તુર્કી બીજા સ્થાને આવી ગયું છે, એવો યુરોપની એક થિન્ક ટેન્કે મંગળવારે દાવો કર્યાે હતો.સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના જણાવ્યા અનુસાર ડિસેમ્બરમાં ભારતે આશરે ૨.૩ અબજ યુરો રશિયન હાઇડ્રોકાર્બનની આયાત કરી હતી, જે અગાઉના મહિનામાં ૩.૩ અબજ યુરો હતી.
ડિસેમ્બરમાં ૨.૬ અબજ રશિયન હાઇડ્રોકાર્બનની ખરીદી સાથે ભારતની જગ્યાએ તુર્કી બીજા ક્રમનો સૌથી મોટો આયાતકાર દેશ બન્યો હતો.ચીન ટોચનું ખરીદનાર રહ્યું હતું. ટોચના પાંચ આયાતકારોએ રશિયા પાસેથી આશરે ૬ અબજ યુરોના ક્›ડની ખરીદી કરી હતી, જેમાંથી ૪૮ ટકા ખરીદી ચીને કરી હતી.ભારતની કુલ ૨.૩ અબજ યુરોના હાઇડ્રોકાર્બનની ખરીદીમાંથી ક્‰ડ ઓઇલની ખરીદી ૧.૮ અબજ યુરો અથવા ૭૮ ટકા રહી હતી.
આ ઉપરાંત ભારતે ૪૨.૪ કરોડ યુરોના કોલસા અને ૮.૨ કરોડ યુરોની ઓઇલ પ્રોડક્ટ્સની ખરીદી કરી હતી. નવેમ્બરમાં ભારતે રશિયન ક્‰ડ ઓઇલ ખરીદવા ૨.૬ અબજ યુરો ખર્ચ્યા હતાં. સીઆરઈએએ જણાવ્યું હતું કે માસિક ધોરણે ભારતની રશિયન ક્‰ડની આયાતમાં ૨૯ ટકાનો તીવ્ર ઘટાડો થયો છે અને ભાવમર્યાદા નીતિના અમલ પછી હવે તે સૌથી નીચા સ્તરે પહોંચી છે. આ ઘટાડનું મુખ્ય કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીની આયાતમાં ઘટાડો છે.
રિલાયન્સે ડિસેમ્બરમાં રશિયાથી તેની આયાત અડધી કરી હતી. રિલાયન્સ રશિયન કંપની રોઝનેફ્ટ પાસેથી આયાત કરી હતી, જોકે યુએસ ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલના પ્રતિબંધો અમલમાં આવ્યાં પછી રિલાયન્સ ખરીદી લગભગ બંધ કરી છે. ડિસેમ્બરમાં સરકાર માલિકીની રિફાઇનરીઓએ પણ રશિયન આયાતમાં ૧૫ ટકાનો ઘટાડો કર્યાે હતો.SS1MS
