Western Times News

Gujarati News

ઉમર અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવા બાબતે SCએ સરકારને નોટીસ ફટકારી

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA), 1978 હેઠળ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની નજરકેદને પડકારતી અરજી પર જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રને નોટીસ જારી કર્યો છે. કોર્ટે 2 માર્ચ સુધી નોટીસનો જવાબ આપવાનું જણાવ્યુ છે. આ અરજી ઉમર અબ્દુલ્લાની બહન સારા અબ્દુલ્લા પાયલટે દાખલ કરી હતી.

સારા અબ્દુલ્લા પાયલટે 10 ફેબ્રુઆરીએ ઉમર અબ્દુલ્લાની નજરકેદને પડકારતા તેની અપીલમાં જણાવ્યુ કે, તેઓ પહેલા જ 6 મહિનાથી નજરકેદ હેઠળ છે અને તેમના પર આ કાયદા હેઠળ નજરકેદ કરવાનો કોઈ યોગ્ય આધાર નથી. સારાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ અરૂણ મિશ્રા અને જસ્ટીસ ઈન્દિરા બેનેર્જીની બેંચ સુનાવણી કરી રહી છે.

સારા અબ્દુલ્લાએ આજની સુનાવણી પર જણાવ્યુ કે, અમે એ વાતથી આશ્વત હતા કે, તે હોબિયસ કોર્પસનો મામલો છે, તેથી રાહત જલદી જ મળી જશે. અમને ન્યાય પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે. અમે અહીંયા છીએ કારણ કે, અમે ઈચ્છીએ છીએ કે, બધા કાશ્મીરીઓને ભારતના બધા નાગરિકોની જેમ સમાન અધિકાર હોવા જોઈએ અને અમે તે દિવસની રાહ જોઈ રહ્યા છીએ. સારા તરફથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કેસની તરત સુનાવણી કરવાની માંગ કરી હતી.

સારા અબ્દુલ્લા પાયલટની પીટિશનમાં કહેવામાં આવ્યુ છે કે, ઉમર અબ્દુલ્લાને આ પ્રકારે નજરકેદ રાખવાનો કોઈ યોગ્ય કારણ નથી. પિટીશનમાં કહેવામાં આવ્યુ છે કે, ઉમર અબ્દુલ્લાને નજરકેદ કરતા પહેલા તેમના બધા નિવેદનો અને સંદેશ બતાવે છે કે, તેઓ ફક્ત શાંતિ અને સહયોગની અપીલ કરતા રહ્યા છે, એવા સંદેશ જે ગાંધીના ભારતમાં કાયદા વ્યવસ્થાને જરાય પણ પ્રભાવિત નથી કરી શકતું.

ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને છેલ્લા 5 ઓગસ્ટથી કાયદા વ્યવસ્થા ના બગડે તે માટે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ બંને જમ્મુ-કાશ્મીરથી કલમ 370 અને 35A હટાવ્યા બાદથી જ કસ્ટડીમાં છે. બંને નેતાઓને એવા સમયે PSA હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જ્યારે તેમની કસ્ટડીની મર્યાદા ખતમ થવાની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.